Gujarati News

Gujarati News

News of Monday, 29th October 2018

મુંબઇમાં મોડલે અડધી રાત્રે વોચમેન સાથે બબાલ કરતા પોલીસને બોલાવવી પડીઃ પોલીસ સ્ટેશને આવવાનું કહેતા પોલીસને ભગાડ્યા…

મુંબઈ: શહેરના અંધેરી વિસ્તારમાં એક મોડેલે અડધી રાત્રે વોચમેન સાથે બબાલ કરી. મામલાએ મોટું સ્વરુપ ધારણ કરતા મોડેલે પોલીસ પણ બોલાવી લીધી. જોકે, પોલીસે તેને સવારે ત્રણ વાગ્યે પોલીસ સ્ટેશને આવવાનું કહેતા મોડેલ પોલીસ પર પણ જોરદાર વિફરી. તેણે પોલીસ સાથે ઝઘડો કરીને તેને જતા રહેવા કહ્યું, પરંતુ પોલીસે તેને સાથે આવવાનું દબાણ કરતા મોડેલે પોલીસને ભગાડવા કરવાનું કરી નાખ્યું.

 

પોલીસે મોડેલને કહ્યું, ‘પોલીસ સ્ટેશન ચાલો

અંગેનો એક વીડિયો પણ વાયરલ થયો છે, જેમાં જોઈ શકાય છે કે મોડેલ પોલીસ સાથે ઝઘડી રહી છે, અને તેને પાછા જવા કહી રહી છે. જોકે, પોલીસ તેને એમ કહી રહી છે કે, તમે ઝઘડો કર્યો છે એટલે તમારે પોલીસ સ્ટેશન આવવું પડશે. અડધી રાત્રે સોસાયટીમાં આવેલી પોલીસ સાથે કોઈ મહિલા કોન્સ્ટેબલ પણ નહોતી. પોતાનો વકીલ વાત કરશે તેવી મોડેલની વાત માનવાનો પણ પોલીસે ઈનકાર કરી દીધો હતો.

મોડેલને ફ્લેટમાં પણ જવા દેવાઈ

મોડેલ લિફ્ટમાં પોતાના ફ્લેટમાં જઈ રહી હતી, ત્યારે પોલીસે અને સોસાયટીના વોચમેને તેને અટકાવી હતી. તેનાથી ગુસ્સે ભરાયેલી મોડેલે ત્યાં ચીસાચીસ શરુ કરી દીધી હતી. જોકે, પોલીસ અને ગાર્ડ ત્યાંથી હટતા આખરે મોડેલે પોતાના કપડાં કાઢી નાખીને સિક્યોરિટી ગાર્ડ સાથે મારામારી શરુ કરી દીધી હતી.

આખી સોસાયટી ભેગી થઈ ગઈ

બિલ્ડિંગમાં પેઈંગ ગેસ્ટ તરીકે રહેતી મોડેલે અડધી રાત્રે ચીસાચીસ કરતા સોસાયટીના લોકો પણ ભેગા થઈ ગયાં હતાં, અને કેટલાક લોકોએ તેનો વીડિયો પણ ઉતારી લીધો હતો. જેમાં પોતાના અંડરવેરમાં રહેલી મોડેલ ગાર્ડ સાથે મારામારી કરતી જોઈ શકાય છે.

મોડેલે કર્યું ટ્વીટ

ઘટનાના બીજા દિવસે મોડેલે મુંબઈ પોલીસના કમિશનરને ટેગ કરીને એક ટ્વીટ પણ કર્યું હતું. પોલીસે તેને મામલે પોલીસ સ્ટેશન જઈને ફરિયાદ નોંધાવવા કહ્યું હતું. મોડેલે અંગે પોતાનું નિવેદન પણ નોંધાવ્યું છે. જોકે, અંગે હજુ સુધી કોઈ FIR થઈ નથી. નિયમ અનુસાર, સૂર્યાસ્ત પછી અને સૂર્યોદય ના થાય ત્યાં સુધી પોલીસ મહિલા કોન્સ્ટેબલ વિના કોઈ મહિલાને પોલીસ સ્ટેશન લઈ જઈ શકે, અને તેની પૂછપરછ પણ તેના પરિવારજનોની હાજરીમાં થઈ શકે છે.

(5:46 pm IST)