Gujarati News

Gujarati News

News of Monday, 29th October 2018

ઓનલાઇન શોપીંગમાં દિવાળીના તહેવારો માટે સસ્તા મોબાઇલ ઉપલબ્ધ

નવી દિલ્હીઃ દિવાળીના દિવસોને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. બજારમાં અને ઓનલાઈન માર્કેટમાં ધીમે ધીમે ખરીદીનો માહોલ જામી રહ્યો છે. જો ઓનલાઈન સેલમાંથી મોબાઈલ ફોન ખરીદવાનો વિચાર હોય તો ફરી એક વખત સારી તક કંપનીઓ આપી રહી છે. એવામાં સ્માર્ટફોન કંપની સેમસંગ ઓછા બજેટમાં સારા ફીચર્સ આપી રહી છે. ઓનલાઈન ઓર્ડર કરતા પહેલાં ફીચર્સ જાણવા જરૂરી છે. સેલને ધ્યાનમાં રાખીને સેમસંગ કંપનીએ કેટલાક મોડેલમાં ભાવ ઓછા કર્યા છે.

 

J સિરીઝના ફોનની કિંમત ઘટી

કંપનીએ સેમસંગ ગેલેક્સી j6, ગેલેક્સી j4, ગેલેક્સી j2, ગેલેક્સી j2 કોરની કિંમતમાં નોંધપાત્ર ઘટાડો કર્યો છે. 15 નવેમ્બર સુધી મોબાઈલ ઓછા ભાવે મળી રહેશે. સેમસંગ ગેલેક્સી j6ની કિંમત 13,990 છે. પરંતુ, હાલમાં મોબાઈલ 11,490માં મળી રહેશે. જ્યારે 4 જીબી રેમવાળા મોડેલની કિંમત 16,490 છે જે હાલમાં 12,990 રૂપિયામાં મળી રહેશે. સેમસંગ ગેલેક્સી j4 સ્માર્ટફોન 9990 રૂપિયામાં લૉંચ થયો હતો. હાલમાં મોબાઈલ ફોન 8,250 રૂપિયામાં મળી રહ્યો છે. જેમાં 2 જીબી રેમ અને એક્સનોસ પ્રોસેસર છે.

ઓછા બજેટમાં વધુ સારા સ્માર્ટ ફોન

સેમસંગ ગેલેક્સી j2 સ્માર્ટફોનની કિંમતમાં પણ ઘટાડો થઈ શકે છે. સ્માર્ટફોન 8190 રૂપિયાને બદલે 6990 રૂપિયામાં મળી રહેશે. જેમાં ક્વાલકોમ સ્નેપડ્રેગન 425 પ્રોસેસર છે. જે 2 જીબી અને 16 જીબી સ્ટોરેજ સ્પેસ સાથે પ્રાપ્ય છે. સ્માર્ટફોન કંપનીમાં 5 ઈંચની ડીસપ્લે અને 2600 એમએચની બેટરી આપવામાં આવે છે.

મર્યાદિત બજેટમાં વધુ સ્ટોરેજ

ઓનલાઈન સેલને ધ્યાનમાં રાખીને કંપનીએ મોડેલની કિંમતમાં સારો એવો ઘટાડો કર્યો છે. જેમાં સેમસંગ ગેલેક્સી j2નો પણ સમાવેશ થાય છે. સ્માર્ટફોન 6190 રૂપિયાને બદલે હાલમાં 5990માં મળી રહેશે. જેમાં 5 ઈંચની ડીસપ્લે, 1 જીબી રેમ અને 16 જીબી સ્ટોરેજ આપવામાં આવે છે

(5:41 pm IST)