Gujarati News

Gujarati News

News of Monday, 29th October 2018

Jio ની દિવાળી ઓફરઃ Free માં મળી રહ્યો છે ૧૦GB સુધી ડેટાઃ

વિવિધ ગ્રાહકો અને વિવિધ સર્કલના ગ્રાહકોને અલગ -અલગ ડેટા તમને ફ્રીમાં ડેટા મળી રહ્યો છે કે નહીં

મુંબઇઃ  અહેવાલો અનુસાર આગળના પ દિવસ સુધી દરરોજ બે જીબી ડેટા ફ્રીમાં મળશે. તે જ સમયે, અન્ય રીપોટર્સમાં દરરોજ ૩ જીબી ડેટા પણ મળી રહ્યો છે. ટીમે તેની તપાસ કરી જાણવા મળ્યું કે દરરોજ ૩ જીબી ડેટા મળી રહ્યો છે. ઉદાહરણ તરીકે, જો તમારો પ્લાન ૩૧ ઓકટોબરને સમાપ્ત થાય છે, તો તમને આ ત્રણ દિવસ માટે ૩ જીબી અથવા ૨ જીબી ડેટા મળશે.

જિયો વિવિધ ગ્રાહકો અને વિવિધ સર્કલના ગ્રાહકોને અલગ-અલગ ડેટા આપી રહી છે. જાણો તમને ફ્રીમાં ડેટા મળી રહ્યો છે કે નહીં,

જો તમને ફ્રીમાં ડેટા મળી રહ્યો છે કે નહીં તે જાણવા માટે તમારે માય જિયો એપ પર જવું પડશે, હવે મેનુ બટન પર કલીક કરીને માય પ્લાનમાં જાઓ, જયા સૌથી ઉપર તમારા વર્તમાન પ્લાનની જાણકારી હશે અને નીચે ફ્રીમાં ડેટા જાણકારી મળશે. જીયો ડેટાની આ ઓફર ૩૧ ઓકટોબર સુધી જ છે.(૨૩.૧૧)

(4:00 pm IST)