Gujarati News

Gujarati News

News of Monday, 29th October 2018

મારુતી ઓમ્નીનું પ્રોડકશન બંધ કરશે

નવી દિલ્હી, તા.૨૯: માર્કેટમાં અલગ અલગ કંપનીઓ તેના નવીન મોડલ બહાર પાડતી હોય છે. જેમાં ખાસ કરીને દિવાળી જેવી તહેવારોની સીઝનમાં નવા નવા મોડલ આવતા હોય છે, એવા સમયે જાણીતી કારનું ઉત્પાદન બંધ થવાના સમાચાર સામે આવ્યા છે. મારુતિ તેની પોતાની એક કારનું ઉત્પાદન બંધ કરવા જઈ રહી છે.

૨૦૨૦ માં ભારત પર લાગુ થતી નવી સુરક્ષા સુવિધા અનુસાર, આ કાર નથી. મારુતિ સુઝુકી ઇન્ડિયાના અધ્યક્ષ, આરસી ભાર્ગવના જણાવ્યા મુજબ આવા દ્યણા મોડલ છે જે સલામતીના ધોરણોને પૂર્ણ કરતા નથી. આને કારણે, તેનું ઉત્પાદન બંધ કરવું પડશે. મારુતિ ઓમ્ની તેમાંની એક છે.

મારુતિ ૮૦૦ પણ અમારા ખૂબ જ મહત્વપૂર્ણ મોડેલ હતું, પરંતુ તેને પણ બંધ કરવું પડ્યું હતું. મારુતિ સુઝુકી ઓમની ૧૯૮૪નું લોન્ચ કરાઈ હતી. લોંચથી, આ કારમાં કેટલાક વિશિષ્ટ ફેરફારો કરવામાં આવ્યાં નથી. ત્યારથી અત્યાર સુધી માત્ર ૨ મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. તેમાં એક ૧૯૯૮નું છે, જેમાં તેમાં રાઉન્ડમાંથી ચોરસ હેન્ડલ આપવામાં આવ્યા હતા. બીજો ફેરફાર ૨૦૦૫ માં કરવામાં આવ્યો હતો. ત્યારે તેના ડબ્સબોર્ડને  બદલવામાં આવી હતી. મારુતિ ઓમ્નીની પાવરની વાત કરીએ તો તેમાં ૭૯૬ સીસીનું એન્જિન આપવામાં આવ્યું છે.

તેમાં આપવામાં આવેલ એન્જિનમાં ૩ સિલિંડરો છે. આ કાર ફ્રન્ટ વ્હીલ ડ્રાઇવ છે. કારમાં એ જ એન્જિન છે જે મારુતિ સુઝુકી ૮૦૦ માં આપવામાં આવ્યું હતું. તેમાં ૦.૮ લિટર પેટ્રોલ એન્જિન છે. જે ૩૫ બીએચપી પાવર ઉત્પન્ન કરે છે અને ૫૯ ન્યૂટન મીટરની ટોર્ક જનરેટ કરે છે. આ ઉપરાંત, કંપની ટેકસીમાં ઉપયોગમાં આવતી ઇકો વાન અને અલ્ટો ૮૦૦ ની સુરક્ષા સુવિધા પર પણ કામ કરી રહી છે.

(3:59 pm IST)