Gujarati News

Gujarati News

News of Monday, 29th October 2018

હરિયાણામાં માતા પાસે સુતી સગીરાનું ૮ લોકોએ કર્યુ અપહરણ, ખેતરમાં લઇ જઇ કર્યો ગેંગરેપ

જાનથી મારી નાખવાની ધમકી આપી

ચંડીગઢ, તા.૨૯: પાનીપતની સનોલી સ્ટેશન વિસ્તારના એક ગામમાં માતા પાસે સુઇ રહેલી ૧૭ વર્ષની સગીરાનું આઠ લોકો દ્વારા અપહરણ કર્યા બાદ ગેંગરેપ કર્યાની ઘટના સામે આવી છે. જાણવા મળી રહ્યું છે કે આરપી સગીરાનું અપહરણ કરી ખેતરમાં લઇ ગયા અને ત્યાં તેની સાથે કથિત દુષ્ક્રર્મ આચરી અને પીડિતાને કોઇને આ વિશે જણાવવા પર  હતી.

આરોપી આ કૃત્ય બાદ પીડિતાને તેના દ્યરની બહાર છોડી ગયો હતો. ફરિયાદના આધારે પોલીસે ૬ લોકોના નામ સાથે અને બે અજ્ઞાત લોકો સામે કેસ દાખલ કર્યો છે. પોલીસે સગીરાનું મેડિકલ ચેકપ પણ કરાવ્યું છે.

સલોની સ્ટેશનમાં કરવામાં આવેલી ફરિયાદમાં સગીરાએ જણાવ્યું હું કે ગત ગુરૂવારની રાત્રે તે પરિવાર સાથે સુઇ રહી હતી. રૂમમાં તેની બહેન અને માતા અલગ-અલગ ખાટલામાં સુઇ રહ્યા હતા. જયારે બીજા રૂમમાં તેના પિતા સુતા હતા. આરોપ છે કે રાત્રે લગભગ ૧૧ વાગ્યે ગામના દિલબાગ પુત્ર હાશિમ તેમજ ઇસરાર પુત્ર ઇસ્લામ તેના ઘરની નજીક ૬ ફુટ ઉંચી દિવાર કૂદીને ઘરમાં ઘૂસ્યા હતા. બન્ને તેનં મો બંધ કર્યુ અને ત્યાંથી ઉઠાવીને ખેતરમાં લઇ ગયા હતા. બધાએ તેના પર દુષ્કર્મ આચર્યુ હતું. લગભગ ૨ કલાક પછી આરોપીએ તેને ઘરની બહાર છોડી ગયો અને કઇને કહ્યું તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

પીડિતાએ હિમ્મત કરી શુક્રવાર બપોરે તેની માતાને આપવીતી જણાવી હતી. ત્યારબાદ પરિવારજનોએ પોલીસને આ ઘટના વિશે જણાવ્યું હતું. આ અંગે આરોપી પક્ષ પીડિતાના ઘરે પહોંચ્યો અને કેસ ન કરવા પર દબાવ કરવા લાગ્યા હતા. તેના પર પીડિત પરિવાર ડરી ગયો હતો. આરોપી પક્ષના ઘરથી ગયા પછી પીડિતાને લઇ તેઓ પોલીસ પાસે પહોંચ્યા અને કેસ દાખલ કરાવ્યો હતો. જયાં પોલીસે આરોપીઓની સામે કેસ દાખલ ખરી વધુ તપાસ હાથ ધરી છે.(૨૩.૧૩)

 

(3:49 pm IST)