Gujarati News

Gujarati News

News of Monday, 29th October 2018

ભ્રષ્ટાચારના મામલે બાંગ્લાદેશના પૂર્વ પીએમ ખાલિદા ઝિયાને ૭ વર્ષની કેદ

આઠ વર્ષ પહેલા વિપક્ષી બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પક્ષના અધ્યક્ષ વિરૂધ્ધ એન્ટી કરપ્શન કમિશન દ્વારા કેસ દાખલ કરાયો હતો

ઢાકા, તા.૨૯: બાંગ્લાદેશની એક કોર્ટે ભ્રષ્ટાચારના મામલે બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP)ની અધ્યક્ષા અને પૂર્વ વડાપ્રધાન ખાલિદા ઝિયાને ૭ વર્ષની સજા સંભળાવવામાં આવી છે. ઝિયા ચેરિટેબલ ટ્રસ્ટ સાથે જોડાયેલો આ મામલો હતો.

 આઠ વર્ષ પહેલાં વિપક્ષી બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP)ના અધ્યક્ષ વિરૂદ્ઘ એન્ટી કરપ્શન કમિશન દ્વારા કેસ દાખલ કરવામાં આવ્યો હતો.  ACC ખાલિદા અને અન્ય ત્રણ વિરૂદ્ઘ ઝિયા ચેરિટેબલ ટ્રસ્ટની મદદથી ૩૧.૫૪ મિલિટન ટકા (૩,૯૭,૪૩૫ ડોલર)ના કૌભાંડનો આરોપ લગાવ્યો હતો. વર્ષ ૨૦૧૦માં ઓલ્ડ ઢાકા જેલ હાઉસની પાસે એક કોર્ટમાં ટ્રાયલ શરૂ થઈ હતી.  જો કે ખાલિદાએ બીમારીનું બહાનું જણાવી કોર્ટમાં હાજર રહી ન હતી. જે બાદ જજ દ્વારા મુખ્ય અભિયુકતની ગેર હાજરીમાં જ આ કેસની ટ્રાયલ ચલાવવી પડી હતી.

 ૭૩ વર્ષની ખાલિદા ઝિયાને ૮ ફેબ્રુઆરીમાં એક અનાથાલય ઝિયા ચેરિટેબલ ટ્રસ્ટના ફંડમાં કૌભાંડના મામલે તેને પાંચ વર્ષની સજા સંભળાવી હતી.

તે કેસમાં ખાલિદા ઝિયા અને તેમના મોટા પુત્ર તારિક રહેમાન સહિત પાંચ લોકો વિરૂદ્ઘ ૨૦૦૧થી ૨૦૦૬ દરમિયાન બાંગ્લાદેશના વડાપ્રધાન પદ પર બની રહેવા દરમિયાન ૨૦ મિલિયન ટકા (૨,૫૩,૧૬૪ ડોલર)ના કૌભાંડનો આરોપ લાગ્યો હતો.(૨૨.૧૫)

(3:45 pm IST)