Gujarati News

Gujarati News

News of Monday, 29th October 2018

સીબીઆઇનું આંતરયુદ્ધઃ કોનું લશ્કર-કોની સામે?

હજુ તો મોટા વિસ્ફોટો આવી રહ્યા છેઃ જેટલી વિરૂદ્ધ સ્વામીનો જંગઃ સ્વામી ધુંવા ફુંવા બન્યાના પણ હેવાલો: વર્મા-અસ્થાનાની લડાઇમાં આગામી ૩ અઠવાડીયામાં ઘણું ઘણું બહાર આવશેઃ અસ્થાના-અઢીયા-મિશ્રાની સાંકળ મજબૂત બની બહાર આવે તેવી ચર્ચા

નવી દિલ્હી તા. ર૯: સેન્ટ્રલ વીજીલન્સ કમીશન-સીવીસી દ્વારા સીબીઆઇના ડાયરેકટર આલોક વર્મા અને સ્પેશ્યલ ડાયરેકટર રાકેશ અસ્થાનનાને રજા ઉપર ઉતારી દેવાના મધ રાત્રે લેવાયેલ નિર્ણયે ઘણી જગ્યા અને ઘણી રીતે દિલ્હીના સતા વર્તુળોને હચમચાવી મુકયા છે.

પહેલા તો વડાપ્રધાનની અધિકારીઓ ઉપર સખત પકડ સખત પગલાના હિમાયતીઓએ વિચાર્યું કે આના માટે હવે મોડું થઇ ગયું છે. સીબીઆઇના ઉચ્ચ અધિકારીઓનું પણ એવું માનવું હતું કે આના લીધે સંસ્થાની ભ્રષ્ટ હોવાની છાપ બહાર આવશે અને તેના લીધે સીબીઆઇની કામગીરીને નુકશાન થશે. સીબીઆઇ જેવી સ્વાગત સંસ્થા જે વડાપ્રધાનની નિગરાની હેઠળ ચાલે છે તેણે પોતાની વિશ્વસનિયતા ગુમાવી દીધી છે તેવા આક્ષેપોથી સરકાર નહીં બચી શકે.

ર૬ ઓકટોબરના સુપ્રીમના ચુકાદાએ સરકારને રાહત આપી છે. સીબીઆઇ ચીફને રજા ઉપર ઉતારી દેવાના નિર્ણય સામે કોર્ટે કોઇ ટીકા ટીપ્પણી નથી કરી. સીબીઆઇ વડાની મુદ્દત જાન્યુઆરીમાં પુરી થવાની હોવાથી સરકાર સમય પસાર કરવા માંગે છે. આલોક વર્માના વકીલ અને ધુરંધર કાનૂન નિષ્ણાંત ફલી નરીમાનની સરકારનો નિર્ણય ખોટો હોવાની દલીલોને કોર્ટે સાંભળી નહોતી. સાથેજ પ્રશાંત ભૂષણ અને અન્ય સરકાર વિરોધી બળો જેમણે સીબીઆઇના આંતર કલહને પ્રમાણીક વર્મા વિરૂધ્ધ અપ્રમાણીક અસ્થાનાનું યુદ્ધ ગણાવ્યું હતું તેમના અવાજને પણ ન દબાવતા કોર્ટે એક રીટાયર્ડ જજ એ. કે. પટનાયકના વડપણ હેઠળ ચીફ વીજીલન્સ કમીશ્નરને બે અઠવાડીયામાં વર્મા વિરૂધ્ધના આરોપોની તપાસ કરવાનો આદેશ આપ્યો છે.

આના લીધે પોતાના જ વિભાગ દ્વારા થયેલ એફ.આઇ.આર.ના કારણે દિવાલ સરસા ચંપાયેલા અસ્થાનાને વર્મા સામેની પરિસ્થિતિ બદલવા માટેની જગ્યા મળી છે.

આવતા ર૦ દિવસમાં વર્મા-અસ્થાનાની લડાઇમાં ઘણું બહાર આવશે. વર્મા અસ્થાના સામે દાખલ થયેલી એફ.આઇ.આર. પુરાવાઓ ચીફ વીજીલન્સ કમીશ્નરને પહોંચાડવાના પુરતા પ્રયત્નો કરશે. સુત્રો અનુસાર તે વર્માની જગ્યાએ બેસવા માંગે છે. પણ તેનો રસ્તો તેણે સીબીઆઇની વિચારાનિયતાને કોઇ નુકસાન સાથે તેની સામેના આરોપોના કારણે સરળ નહીં બને.

સ્વામી વર્સીસ જેટલી

સીબીઆઇની આંતરીક લડાઇનું એક મહત્વનું અંગ સુબ્રમણ્યમ સ્વામી અને નાણા પ્રધાન અરૂણ જેટલી વચ્ચેની રાજકીય લડાઇ છે. સ્વામી-જેટલીની લડાઇમાં સ્વામીનો હાથ ઉપર રહ્યો છે, કેમ કે તે ટ્વીટરનો ઉપયોગ પોતાની લડાઇમાં કરે છે. જેટલીના ઉગ્ર વિરોધ છતાં સ્વામી રાજયસભાનું સભ્યપદ, હાઇલેવલ સીકયુરીટી અને પંડારા રોડ પર સરકારી બંગલો મેળવવામાં સફળ રહ્યા છે.

સીબીઆઇમાં હાલમાં થયેલી લડાઇ પાછળ આ બે ધ્રુવો અને સીબીઆઇમાં રહેલા તેમના લશ્કર છે. જો પોતાની પાછળ પીઠબળ ન હોય તો કોઇ અધિકારી વધારે પડતા ન ઉછળી શકે તે સર્વવિચદીત વાત છે, વર્મા વિરૂધ્ધ અસ્થાનાની લડાઇની પાછળના ખરા ખેલાડીઓ રાજેશ્વર સીંઘ (જોઇન્ટ ડાયરેકટર ઇડી) અને અરૂણકુમાર શર્મા (જોઇન્ટ ડાયરેકટર (પોલીસી) સીબીઆઇ) છે.

રાજેશ્વર સીંઘ અને તેના બોસ કરનલ સીંઘ પાસે આ લડાઇમાં વર્મા સાથે રહેવા માટેના ઘણા કારણો છે તેઓ સાથે કામ કરતાં હતા. તેમની સાથે વધારાનું એક બળ સીબીઆઇના જ ગુજરાત કેડરના અરૂણ શર્મા, જેમણે મોદી જયારે ગુજરાતના મુખ્યપ્રધાન અને અમીત શાહ ગૃહ રાજય પ્રધાન હતા ત્યારે તેમની સાથે બહુ નજીકથી કામ કર્યું હતું, તે આલોક વર્મા માટે રાત દિવસ કામ કરીને, અસ્થાના સીબીઆઇના ચીફ ન બને તે ચોકકસ કરવા માંગે છે.

વર્મા અને રાજેશ્વર સિંઘને ભાજપાના બોલકા નેતા સુબ્રમણ્યમ સ્વામીનો ટેકો છે. જેમણે વર્મા-સીંઘ-શર્માને ટવીટર દ્વારા જાહેર ટેકો આપ્યો છે. જોકે વર્મા સામે લેવાયેલ પગલા પછી જેટલીએ ઘણા સમય પછી બળ મેળવ્યું છે. સ્વામીની વર્માની આ શકિતશાળી ધરી નબળી પડવાનું કારણ અસ્થાનાને પીઠબળ આપતી એક નવી ધરી સક્રિય થઇ તે છે.

વડાપ્રધાન ઓફીસમાં એડીશ્નલ સેક્રેટરી પી.કે. મીશ્રા પર અસ્થાનાને વિશ્વાસ છે. આ ઉપરાંત ફાઇનાન્સ સેક્રેટરી હસમુખ અઢીયા પાસે રાજેશ્વરી સીંઘ વિરૂધ્ધ ઉભા રહેવાના કારણો છે. અસ્થાનાને પી. કે. મીશ્રાનું પીઠબળ હોવાથી વર્માનો કેમ્પ મીશ્રા વિરૂધ્ધની માહીતીઓ એકઠી કરી રહ્યો છે. સુત્રોનું માનવું છે કે આવનારા દિવસોમાં બ્યુરોક્રસી હચમચી જાય તેવા ધડાકાઓ થવાની શકયતા છે.

છેલ્લા બે દિવસમાં બનેલા ઘટનાક્રમથી સ્વામી બહુ ગુસ્સે થયા છે. કારણ કે તેમણે જાહેરમાં જેમને ટેકો આપ્યો હતો તેવા અમલદારો સામે સરકારે પગલા લેવાનું શરૂ કર્યું છે.

સ્વામીનું પીઠબળ ધરાવતા કરનલ સીંઘના રીટાયર થવાના બે દિવસ પહેલા જ સીબીઆઇમાં કાર્યવાહી શરૂ થઇ હતી. ઉપરાંત છેલ્લા થોડા દિવસોમાં અઢીયાના દબાણથી રાજેશ્વર સિંઘ સામે એક ઇન્કવાયરી ચાલુ કરાઇ છે. જુલાઇ ર૦૧૮માં સિંઘે અઢીયાને એક ઉગ્ર પત્ર લખ્યો હતો જેમાં તેણે અઢીયા સામે પોતાના પ્રમોશનને રોકવા અંગેના આક્ષેપો કર્યા હતા પોતાના ઘણા બધા આક્ષેપોમાં તેણે કહ્યું હતું કે, નિર્ણય વેળાની પ્રક્રિયામાં ઉપેન્દ્ર સાથે ચંદ્રપાન કર્યો હતો. જોકે પછીથી સીંઘે અઢીયાની નજીક જવાના પ્રયત્નો કર્યા હતા પણ તેમાં તેમની કારી નહોતી ફાવી.

કર્નલ સીંઘ હવે રીટાયર થયા છે અને અસ્થાનાના બેચના સાથીદાર સંજયકુમાર મિશ્રા ઇડીના કાર્યવાહક ડાયરેકટર તરીકેનો ચાર્જ સંભાળવાના છે ત્યારે રાજેશ્વર સીંઘ લાંબી રજા પર જાય તેવું મનાય છે. તેથી ઇડી દ્વારા ચાલતી તપાસના સંખ્યાબંધ સેન્ટીટીવ કેસો હવે નવા ચીફ મીશ્રાના હાથમાં આવશે. જેના લીધે અઢીયા-મીશ્રા અસ્થાનાની ધરી મજબૂત બનશે.

ઇડીમાં બની રહેલા બનાવોના કારણે સ્વામીનો ગુસ્સો વધી ગયો છે. સીબીઆઇમાં લેવાયેલા પગલા પછી સ્વામીએ લખ્યું કે જો રાજેશ્વરને ઇડીમાંથી હટાવવામાં આવશે તો હું માની લઇશ કે આ બધું ચિદમ્બરને બચાવવા માટે થઇ રહ્યું છે. અમારા પક્ષમાં ચિદમ્બરમના ઘણા હિતેચ્છુઓ છે અને તે લોકો ચિદમ્બરમને બચાવવાના પ્રયત્નોમાં લાગેલા છે.

(દેવેશ પાંડે અને શીલા ભટ્ટના હેવાલ ઉપરથી સાભાર) (૭.ર૬)

(3:44 pm IST)