Gujarati News

Gujarati News

News of Monday, 29th October 2018

નોટબંધી પર આરબીઆઇ ગવર્નર ઉર્જિત પટેલને ૧૨ નવેમ્બરે સંસદની સમિતિએ બોલાવ્યા

નવી દિલ્હી, તા.૨૯: સંસદની એક સમિતિએ આરબીઆઇના ગવર્નર ઊર્જિત પટેલને સરકારે નોટબંધીના પગલાં વિશે જાણકારી માટે ત્રીજીવાર બોલાવમાં આવ્યા છે. આ સમિતિમાં પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ પણ સભ્ય છે.વીરપ્પા મોઇલીની અધ્યક્ષતાવાળી નાણાકીય મામલાની સ્થાયી સંસદીય સમિતિ લગભગ બે વર્ષોથી આ મુદ્દા પર મંથન કરી રહી છે.સમિતિમાં ૩૧ સભ્યો છે.

સરકારે ૮ નવેમ્બર ૨૦૧૬થી રોજ ૫૦૦ અને ૧૦૦૦ રૂપિયાની નોટોને બંધ કરીને નવી ૫૦૦ અને ૨૦૦૦ની નોટ જાહેર કરવાની ઘોષણા કરી હતી. સમિતિની બેઠકની નોટિસના જણાવ્યા મુજબ,પટેલને ૧૨ નવેમ્બરે ૨૦૦ અને ૧૦૦૦ રૂપિયાની નોટને બંધ કરવા અને તેના પ્રભાવો વિશે સમિતિના સભ્યોની જાણકારી આપવા માટે બોલવામાં આવ્યા છે.

આરબીઆઇના ગવર્નર અવિનિયમિત જમા યોજના વિધેયકને પ્રતિબંધિત કરવા અને સંબંધિત મુદ્દા પર પણ સમિતિને જાણકારી આપશે.સંપર્ક કર્યા પર મોઇલીએ કહ્યું,સભ્ય નોટબંધી અને ખાસ કરીને તેના પ્રભાવો અંગે વધુ જાણકારી અને વિવરણ ઈચ્છે છે.તેથી તેમને બોલાવમાં આવ્યા છે.તેઓએ કહ્યું કે સંભવતઃ આ પ્રથમ મોકો હશે કે જયારે ગવર્નરને એક જ મુદ્દા પર સમિતિ દ્વારા ત્રણ બોલવામાં આવ્યા હોય.

(3:41 pm IST)