Gujarati News

Gujarati News

News of Monday, 29th October 2018

શું સ્માર્ટફોનનો પાસવર્ડ, પિન અથવા પેટર્ન ભૂલી ગયા છો ?: Unlock કરવા ફોલો કરો આ ટિપ્સ !

આજે સ્માર્ટફોન માત્ર શોખ નહિ જરૂરિયાત બની ગયો છે સ્માર્ટફોનમાં આવતા ફીચર્સ અને એપ જીવનમાં ઘણા ઉપયોગી નીવડે છે ત્યારે સ્માર્ટફોનમાં પ્રાઇવસી રાખવામાં નહીં આવતા મોટી મુશ્કેલી ઉભી થઇ શકે છે તેવામાં સ્માર્ટફોન સંપૂર્ણ લોક કરવા પાસવર્ડ કે પેટર્ન લોક આપવામાં આવે છે તે ઉપયોગી બની છે

તેવામાં સ્માર્ટફોનનો પાસવર્ડ,પિન અથવા પેટર્ન ભુલાઈ જાય તો ?  આ સમસ્યાની ચિતા દૂર થઇ શકે છે તેના માટે એક ટિપ્સને ફોલો કરવી પડશે

  અન્ય કોઈના સ્માર્ટફોન કે લેપટોપ કે કોમ્પ્યુટર પર બ્રાઉઝર પર https://myaccount.google .com /find -your -phone -guide ટાઈપ કરો અને પછી એન્ટર આપો,હવે પોતાના ગુગલ એકાઉન્ટથી લોગ ઈન કરો,જેની સાથે તમારો સ્માર્ટફોન જોડાયેલો છે લોગ ઈન થયા પછી એકાઉન્ટમાંથી લિંક થયેલા ડિવાઈસનું લિસ્ટ મળશે

  હવે તમારે જે સ્માર્ટફોનનો પાસવર્ડ ભુલી ગયા છો તેના પર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ તમને Lock your phone ઓપશન જોવા મળશે જેના પર તમારે ક્લિક કરીને હવે જુના પિન,પાસવર્ડ,કે પેટર્નની જગ્યાએ નવો પાસવર્ડ સેટ કરીને નીચેની તરફ લખેલા Lock બટન પર ક્લિક કરો,હવે તમારા સ્માર્ટફોનમાં નવો પાસવર્ડ કે પેટર્ન એન્ટર કરો તમારો સ્માર્ટફોન અનલોક થઇ જશે

(3:26 pm IST)