Gujarati News

Gujarati News

News of Monday, 29th October 2018

સરદારની પ્રતિમાના માથે ત્રણ વર્ષ જ રહેશે વિશ્વની સૌથી ઉંચી મૂર્તિનો તાજ: પછી આ મૂર્તિ લેશે સ્થાન !!

મહારાષ્ટ્ર સરકાર 3800 કરોડના ખર્ચે છત્રપતિ શિવાજી મહારાજ મેમોરિયલ નિર્માણકાર્ય વેગમાં

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આગામી 31 ઓક્ટોબરે સરદાર વલ્લબભાઇ પટેલની મૂર્તિ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’નુ આનાવરણ કરશે. 182 મીટક ઉંચી આ વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા છે. પરંતુ સ્ટેચ્યુ ઓફ યુનિટીની પાસે સૌથી ઉંચી પ્રતિમાંનો તાજ માત્ર ત્રણ વર્ષ સુધી જ રહેશે. અને ત્યાર બાદ ભારતમાં જ બની રહેલી અન્ય એક મૂર્તી આ રેકોર્ડને તોડી દુનિયાની સોથી ઉંચી પ્રતિમાં બની જશે. 

 

  સ્ટેચ્યુ ઓફ યુનિટીને ગુજરાત સરકાર દ્વારા બનાવવામાં આવી છે.જ્યારે બીજી મહારાષ્ટ્ર સરાકાર દ્વારા આશરે 3800 કરોડ રૂપિયાની મદદથી છત્રપતિ શિવાજી મહારાજ મેમોરિયલ નિર્માણ પામી રહી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી પર અત્યાર સુધીમાં 2300 કરોડ રૂપિયા સુધીનો ખર્ચ થઇ ચૂક્યો છે. જ્યારે આ ખર્ચ વધીને 3000 કરોડ રૂપિયા સુધી પહોંચે તેવી શક્યતાઓ વ્યક્ત કરાઈ છે બંન્ને મર્તિઓ બનાવવાનો કોન્ટ્રાક્ટ લાર્સન એન્ડ ટૂબ્રો(એલએન્ડટી)ને મળ્યો છે.

(1:50 pm IST)