Gujarati News

Gujarati News

News of Monday, 29th October 2018

#MeToo: સબરીમાલાના અયપ્પા ધર્મ સમિતિના અધ્યક્ષ રાહુલ ઈશ્વર સામે યૌનશોષણનો આરોપ

ઘરે બોલાવી બાદમાં ટીવીમાં પોર્ન ફિલ્મ શરુ કરીને અડપલાં કર્યા -કિસ કરવાની પણ કોશિશ કરી

તિરુવનંતમપુરમ: કેરળના સબરીમાલા મંદિરમાં ઉગ્ર દેખાવકારોનું નેતૃત્વ કરી રહેલા અયપ્પા ધર્મ સમિતિના અધ્યક્ષ અને સામાજિક કાર્યકર રાહુલ ઇશ્વર પર પણ #Me Too હેઠળ યૌનશોષણનો આરોપ મૂકવામાં આવ્યો છે.

 એક જાણીતી કલાકારે જણાવ્યું છે કે ૧૪ વર્ષ પહેલાં રાહુલ ઇશ્વરે મારી સાથે ગેરવર્તણૂક કરી હતી. આ મહિલાએ જણાવ્યું છે કે વર્ષ ર૦૦૩-૦૪માં તે જ્યારે અભ્યાસ કરતી હતી તે વખતે રાહુલ ઇશ્વર યુવાનોમાં ખૂબ જ ચર્ચાસ્પદ હતો ત્યારે એક મિત્ર સાથે તેની સાથે પરિચય થયો હતો. જેનાથી તે ખૂબ ખુશ હતી.

 આ યુવતીએ જણાવ્યું હતું કે એક દિવસ રાહુલ ઇશ્વરે મને તેના ઘરે બોલાવી હતી અને મને એમ જણાવ્યું હતું કે તેની માતા પણ ઘરે હશે અને આપણે સાથે બેસીને વાતચીત કરીશું.

 આ યુવતીએ જણાવ્યું કે હું જયારે તેના ઘરે ગઇ ત્યારે તેણે એમ કહ્યું કે તેની માતા હમણાં જ બહાર ગઇ છે અને થોડી જ વારમાં પરત આવશે. ત્યાર બાદ તેણે ટીવી પર પોર્ન ફિલ્મ શરૂ કરી હતી અને મારી સાથે અડપલાં કરીને મને કિસ કરવાની કોશિશ કરી હતી. આથી હું ગભરાઇ ગઇ હતી અને ઘરમાંથી બહાર નીકળી ગઇ હતી. આ વાતનો તાજેતરમાં તેણે ઘટસ્ફોટ કરતાં સબરીમાલામાં ચકચાર મચી ગઇ છે

(1:14 pm IST)