Gujarati News

Gujarati News

News of Monday, 29th October 2018

હવે બ્રિટેન, ઓસ્ટ્રેલિયા અને મેક્સિકો જેવા દેશોની પદ્ધતિથી વસૂલાશે જીએસટી

નવી યોજના માટે ટીમની રચના કરી :રણનીતિ તૈયાર કરાશે: સીબીઆઈસી ઘણી પદ્ધતિ અપનાવી શકે

નવી દિલ્હી :ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્ષ એટલેકે જીએસટીમાં આશાને અનુરૂપ મહેસૂલ પ્રાપ્ત ના થતાં કેન્દ્ર સરકારે તેને વધારવાની યોજના બનાવી છે. આ યોજના હેઠળ સરકાર કરદાતાને કાયદાનો તો ડર બતાવી રહી છે. સાથે જ અન્ય પદ્ધતિનો પણ ઉપયોગ કરી રહી છે

  આ યોજના હેઠળ સરકાર કરદાતા પાસે તેના વ્યવહાર અનુસાર ટેક્સની ચૂકવણી કરશે જેના માટે બ્રિટેન, ઓસ્ટ્રેલિયા અને મેક્સિકો જેવા દેશોની પ્રક્રિયા અપનાવાશે.

 એક મીડિયા રિપોર્ટ મુજબ, કેન્દ્રીય પ્રત્યક્ષ કર અને સીમા શુલ્ક બોર્ડ (સીબીઆઈસી)એ નવી યોજના હેઠળ એક ટીમની રચના કરી દીધી છે. આ ટીમ કરદાતાના વ્યવહાર અને પદ્ધતિના અભ્યાસની રણનીતિ તૈયાર કરશે. રિપોર્ટ મુજબ, જીએસટીની વસૂલાત માટે સીબીઆઈસી ઘણી પદ્ધતિ અપનાવી શકે છે.

(1:17 pm IST)