Gujarati News

Gujarati News

News of Monday, 29th October 2018

#MeToo: યૌન શોષણના આરોપો વચ્ચે ટાટાએ સુહેલ સેઠને સલાહકારના પદ પરથી હટાવી દીધા

મુંબઈ :મી ટુ અભિયાન હેઠળ જે રીતે સમાજસેવી સુહેલ સેઠ પર ઘણી મહિલાઓએ યૌન શોષણના આરોપ લગાવ્યા ત્યારબાદ છેવટે ટાટા ગ્રુપે તેમની સામે મોટી કાર્યવાહી કરી છે. ટાટા ગ્રુપે સુહેલ સેઠ ઉપર લાગેલા આરોપો બાદ તેમને સલાહકારના પદ પરથી હટાવી દીધા છે.

    અત્રે ઉલ્લેખનીય છે કે જે સમયે ટાટા ગ્રુપમાં 2016માં સાયરસ મિસ્ત્રી અને ટાટા સન્સ વચ્ચે વિવાદ ઉભો થયો હતો તે દરમિયાન સુહેલ સેઠે સલાહકાર તરીકે મહત્વની ભૂમિકા નિભાવી હતી. પરંતુ જે રીતે તેમના ઉપર ઘણી મહિલાઓએ યૌન શોષણનો આરોપ લગાવ્યો ત્યારબાદ તેમને પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે અને તેમના કોન્ટ્રાક્ટને પણ ખતમ કરી દેવામાં આવ્યો છે.

(1:04 pm IST)