Gujarati News

Gujarati News

News of Monday, 29th October 2018

ગ્રાહક અદાલતોમાં પાંચ લાખ સુધીના કેસ મફત

હાલમાં વીસ લાખ સુધીના કેસ માટે પાંચસો રૂપિયા સુધી

નવી દિલ્હી તા ૨૯ : ગ્રાહકો ને કોઇ ખરાબ સામાન અથવા ખરીદીના સમયે નક્કી કરેલ શરતો પુરી ન કરવા બદલ કોઇ કંપની વિરૂધ્ધ ફરીયાદ કરવા માટે પાંચ લાખ રૂપિયા સુધી કોઇ ફી નહીં આપવી પડે, તેપોતાની ફરીયાદ ઇ-મેઇલ થી પણ આપી શકશે.

અત્યારસુધી એક થી વીસ લાખ રૂપિયા સુધીના કેસ માટે પાંચસો રૂપિયા સુધીની ફી આપવી પડતી હતી. ગ્રાહક સુરક્ષા કાયદા હેઠળ ગ્રાહક અદાલતમાં ફરીયાદ કરવા માટેની ફી ઘટાડવા બાબતની જાહેરાત સરકારે કરી દીધી છે. આના હેઠળ પાંચ લાખ રૂપિયા સુધીના કેસ માટેહવે કોઇ ફી નહીં લાગે, જયારે પાંચ  થી દસ લાખ સુધીના કેસમાં બસો રૂપિયા અને દસ થી વીસ લાખ સુધીના કેસમાં ચારસો રૂપિયા ફી લાગશે. ગ્રાહક અદાલતમાં ફી ઘટાડવાની સાથેગ્રાહકોને જલ્દી ન્યાય અપાવવાની તૈયારીઓ પણ સરકાર કરી રહી છે.

સંસદમાં મુકાયેલ ગ્રાહક સુરક્ષા કાયદામાં ગ્રાહક અદાલતો પર ધ્યાન રાખવાનો પ્રસ્તાવ પણ કરાયો વે. મંત્રાલયના એક ઉચ્ચ અધિકારીએ કહ્યું કે સંસદના શિયાળુ સત્રમાં નવા ખરડાને મંજુરી મળી શકે છે. ગ્રાહક સુરક્ષા ખરડામાં ગ્રાહક અદાલતે નિશ્ચિત સમયગાળામાં કેસનો નિર્ણય કરવાનો રહેશે. કેસની સુનાવણી માટે ત્રણ હઠવાડીયામાં બીજી તારીખ આપવીપડશે.

ઓન લાઇન ફરીયાદ

ગ્રાહકોને ખરાબ સામાન અથવા ખરાબ સેવાઓની ફરીયાદ કરવા માટેકોર્ટના ધક્કા નહીં ખાવા પડે. સંસદમાં મુકાયેલ ગ્રાહક સુરક્ષા ખરડામાં ઓન લાઇન અરજીની પણ જોગવાઇ છે. ઓન લાઇન ફરીયાદ કર્યાના  ૨૧ દિવસમાં જો કોઇ જવાબ ન મળે તો કેસ દાખલ થઇ ગયાનું માની લેવામાં આવશે. (૩.૭)

(12:44 pm IST)