Gujarati News

Gujarati News

News of Monday, 29th October 2018

ભારતીય સીમમાં ઘૂસણખોરી કરતા બે પાકિસ્તાની નાગરિકોની ધરપકડ

પાકિસ્તાની પૈસા, બે મોબાઈલ ફોન અને સિમ કાર્ડ પણ મળ્યા

નવી દિલ્હી :ભારતીય સીમ પર પાકિસ્તાન સતત તેની હરકતો સુધારવાનું નામ નથી લઇ રહ્યું. ત્યારે ફરી એકવાર પંજાબના ફિરોઝપુરમાં ભારતીય સીમમાં ઘૂસણખોરી કરતા બે પાકિસ્તાની નાગરિકોની ધરપકડ કરવામાં આવી છે

  આ બંને પાકિસ્તાની નાગરિકો છે અને તેમની પાસેથી તેમનું આઈડી પણ જપ્ત કરવામાં આવ્યું છે. તેની સાથે સાથે તેમની પાસે પાકિસ્તાની પૈસા, બે મોબાઈલ ફોન અને સિમ કાર્ડ પણ મળી આવ્યું છે.

 

(11:54 am IST)