Gujarati News

Gujarati News

News of Monday, 29th October 2018

સમગ્ર દેશમાં વિવિધ ક્ષેત્રે નોકરીઓનો ઢગલો

બેન્ક,રેલ્વે, ગોૈણ સેવા, ઇન્ડો-તિબેટન પોલીસ વિગેરેમાં ભરતીઓનો દોર

રાજકોટ તા.૨૯: કેન્દ્ર તથા રાજય સરકાર દ્વારા હાલમાં વિવિધ ક્ષેત્રે અઢળક ભરતીઓ થઇ રહી છે. જેને કારણે નોકરી વાંચ્છુ યુવાધન માટે ખરા અર્થમાં એક સોનેરી તક સામે આવીને ઉભી છે. અને આમ પણ દિવસે-દિવસે મોભાદાર નોકરી મેળવવાનો અને નોકરી કરીને સત્તા સાથે સેવા કરવાનો અને સન્માન મેળવવાનો સિનારીયો આજની યુવાપેઢીમાં જોવા મળે છે. નવી પેઢી વધુમાં વધુ નોકરીઓ મેળવવા તરફ ઢળી રહી છે. વિવિધ ક્ષેત્રે જે ભરતીઓ ચાલી રહી છે તેની ઉપર એક નજર કરીએ તો...

* બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા તા. ૩૧-૧૦-૧૮ની છેલ્લી અરજી તારીખ સાથે સ્પેશ્યાલિસ્ટ સિકયોરીટી ઓફીસર્સની કુલ ૧૨ જગ્યાઓ માટે ભરતી ચાલે છે.

www.bankof india.co.in

* જમ્મુ એન્ડ કશ્મીર બેન્ક દ્વારા ૬-૧૧-૨૦૧૮ છેલ્લી અરજી તારીખ સાથે કુલ ૨૫૦ પ્રોબેશ્નરી ઓફીસર્સની ભરતી ચાલી રહી છે.

www.jk bank.com

* સેન્ટ્રલ કોલફીલ્ડસ લી. દ્વારા તા. ૧૫-૧૧-૧૮ની છેલ્લી અરજી તારીખ સાથે ટ્રેડ એપ્રેન્ટીસની કુલ ૭૬૦ જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા ચાલી રહી છે.

www.centralcoalfields.in

BECIL દ્વારા તા. ૧૨-૧૧-૨૦૧૮ની છેલ્લી અરજી તારીખ સાથે મલ્ટી ટાસ્કીંગ સ્ટાફની કુલ ૫૦ જગ્યાઓ માટે ભરતી ચાલી રહી છે.

www.becil.com

* નોર્ધન કોલફીલ્ડસ લી. દ્વારા તા. ૧૨-૧૧-૧૮ની છેલ્લી અરજી તારીખ સાથે એપ્રેન્ટીસની કુલ ૪૪૧ જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા ચાલી રહી છે.

http://nclcil.in

* ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી પટના દ્વારા તા. ૫-૧૧-૨૦૧૮ની છેલ્લી અરજી તારીખ સાથે જુનિયર આસીસ્ટન્ટ વિગેરેની કુલ ૨૯ જગ્યાઓ માટે ભરતી ચાલી રહી છે.

www.iitp.ac.in

* CLRI દ્વારા તા. ૫-૧૧-૧૮ની છેલ્લી અરજી તારીખ સાથે ટેકનીશ્યનની ૮ જગ્યાઓ માટે ભરતી ચાલે છે.

www.clri.org

* NPCIL દ્વારા તા. ૧૪-૧૧-૨૦૧૮ની છેલ્લી અરજી તારીખ સાથે ૧૨૨ જગ્યાઓ સ્ટાઇપેન્ડરી ટ્રેઇની ઓફિસર્સ વિગેરેની ભરવામાં આવી રહી છે.

www.npcil.nic.in

* નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ ઓપન સ્કૂલિંગ (NIOS) દ્વારા તા. ૩૦-૧૧-૨૦૧૮ની છેલ્લી અરજી તારીખ સાથે ડાયરેકટર વિગેરેની ૮ જગ્યાઓ માટે ભરતી ચાલી રહી છે.

www.nios.ac.in

* ધ ડાયરેકટોરેટ જનરલ ઓફ સિવિલ એવીએશન (DGCA) દ્વારા તા. ૨-૧૧-૨૦૧૮ની છેલ્લી અરજી તારીખ સાથે કન્સલ્ટન્ટની કુલ ૮ જગ્યાઓ માટે ભરતી ચાલી રહી છે.

www.dgca.nic.in

* ભારત ઇલેકટ્રોનિકસ લી. દ્વારા તા. ૬-૧૧-૧૮ની છેલ્લી અરજી તારીખ સાથે એન્જીનીયર્સની કુલ ૨૦ જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા ચાલી રહી છે.

http://bel-india.in

* ઇન્ડો -તિબેટન બોર્ડર પોલીસ દ્વારા તા. ૧૩-૧૧-૨૦૧૮ની છેલ્લી અરજી તારીખ સાથે કોન્સ્ટેબલ (એનિમલ ટ્રાન્સપોર્ટ) ની ૮૫ જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા ચાલી રહી છે.

https://itbpolice.nic.in

* RRC, ઇર્સ્ટર્ન રેલ્વે દ્વારા તા. ૧૪-૧૧-૧૮ની છેલ્લી અરજી તારીખ સાથે એપ્રેન્ટીસની કુલ ૨૯૦૭ જગ્યાઓ માટે ભરતી ચાલી રહી છે.

www.rrcer.com

* નેશનલ હાઇસ્પીડ રેલ કોર્પોરેશન લી. દ્વારા તા.૩૧-૧૦-૨૦૧૮ની છેલ્લી અરજી તારીખ સાથે આસીસ્ટન્ટ મેનેજર વિગેરેની કુલ ૭૨ જગ્યાઓ માટે ભરતી ચાલી રહી છે.

www.nhsrcl.in

* ગુજરાત ગોૈણ સેવા પસંદગી મંડળ દ્વારા તા. ૨-૧૧-૨૦૧૮ની છેલ્લી અરજી તારીખ સાથે કલાર્કસ અને ઓફિસ આસીસ્ટન્ટની કુલ ૨૨૨૧ જગ્યાઓ માટે ભરતી ચાલી રહી છે.

https://gsssb.gujarat. gov .in

આટઆટલી પુષ્કળ ભરતીઓ વિવિધ ક્ષેત્રે ચાલી રહી છે ત્યારે યોગ્ય લાયકાત, સચોટ માર્ગદર્શન, સ્વપ્રયત્ન, હકારાત્મક અભિગમ, આત્મવિશ્વાસ, સમાજ માટે કંઇક કરી છૂટવાની તમન્ના અને ઇશ્વરમાં શ્રધ્ધા રાખીને મહેનત કરવા તૂટી પડો-મંડી પડો. લાખેણી નોકરી આપ સોૈની રાહ જોઇ રહી છે. સાચી નીતિથી મહેનત કરનારને ઇશ્વર  પણ સાથે આપે જ છે. સોૈને ઓલ ધ બેસ્ટ.

નોંધ :- (કોઇપણ જગ્યાએ નોકરી માટે અરજી કરતાં પહેલા ભરતી વિશેની તમામ માહિતી વેબસાઇટ દ્વારા, ફોન દ્વારા, રૂબરૂ કે પછી અન્ય કોઇ સોર્સ દ્વારા જાણી લેવી હિતાવહ છે, કે જેથી લેટેસ્ટ ઇન્ફર્મેશન મળી શકે.) (૧.૩)

 

(11:34 am IST)