Gujarati News

Gujarati News

News of Monday, 29th October 2018

૩૪૦૦ કરોડની કરચોરીઃ આયકર વિભાગની ૨૧૦૦૦ કંપનીઓ સામે તપાસ

સેબીએ સ્ટોક ઓપ્શન સેગમેન્ટમાં ચાલતી ગેરરીતિ પકડયા બાદ આયકર ખાતાએ પણ તપાસમું ઝુકાવ્યું

નવી દિલ્હી, તા. ૨૯ :. આવક વેરા વિભાગે કરચોરો સામે ફરી એક વખત ધોકો પછાડયો છે. આવકવેરા વિભાગે રૂ. ૩૪૦૦ કરોડની કરચોરીના મામલે ૨૧૦૦૦ જેટલી કંપનીઓ સામે તપાસ શરૂ કરી છે જેઓએ ૧૯૩ જેટલા બ્રોકરો થકી ટ્રેડીંગ કર્યુ હતું. સેબીએ ૧૪૭૨૦ કંપનીઓ સામે ગેરરીતિ અંગે કરેલી તપાસના આધારે આવકવેરા વિભાગે પણ હવે તપાસમાં ઝુકાવ્યું છે.  સૂત્રોના જણાવ્યા પ્રમાણે બીએસઈનું સ્ટોક ઓપ્શન સેગમેન્ટમાં ૨૦૧૫માં રૂ. ૭૨૦ કરોડનું અને ૨૦૧૬માં રૂ. ૩૦૦ કરોડનું દૈનિક ટર્નઓવર હતું. જે દરમિયાન કંપનીઓ અને બ્રોકરોએ ભેગા મળી ગેરરીતિ આચરી હતી અને કરચોરી પણ કરી હતી. જેમાં કુલ ૨૧૯૦૦ કંપનીઓના નામ સામે આવ્યા છે. આમાંથી ૧૧૦૦૦ તો કોલકતાના જ છે. સેબીએ પોતાની તપાસમાં એવુ જાણ્યુ હતુ કે, એપ્રિલ ૨૦૧૪ અને સપ્ટે. ૨૦૧૫ વચ્ચે સ્ટોક ઓપ્શન સેગમેન્ટમાં ૧૪૭૨૦ કંપનીઓએ કથીત રીતે નોનજેન્યુઈન ટ્રેડીંગ કર્યુ હતું અને સેબીના નિયમોનો ભંગ કર્યો હતો. તે પછી આવકવેરા વિભાગે વધુ ૬૦૦૦ જેટલી કંપનીઓને શોધી કાઢી હતી જેણે નિયમોનો ભંગ કર્યો છે.(૨-૫)

(11:33 am IST)