Gujarati News

Gujarati News

News of Monday, 29th October 2018

દિવાળીના દિવડાની જેમ દુનિયાને ઝગમગતી કરે પ્રવાસી ભારતીય : મોદી

ટોકીયોમાં ભારતીયોને સંબોધન કરતા વડાપ્રધાન મોદી

ટોકયો તા. ૨૯ : ભારત-જાપાન વચ્ચે ૧૩માં વાર્ષિક સંમેલનમાં ભાગ લેવા માટે ટોકયો પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રવાસી ભારતીયોને આહ્વાન કર્યું છે કે તેઓ દિવાળીના દિવડાની જેમ આખી દુનિયાને પોતાના પ્રકાશથી પ્રકાશિત કરે અને દેશનું નામ ઊંચું કરે. વડાપ્રધાન મોદીએ સોમવારે કહ્યું કે જે રીતે દિવાળીનો દિવસ અહીં રહે છે અને અજવાળું ફેલાય છે તે રીતે તમે જાપાન અને દુનિયાના દરેક ખૂણામાં પોતાનું અને દેશનું નામ રોશન કરો. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ કહ્યું કે ભારત વ્યાપક બદલાવના સમયમાંથી પસાર થઈ રહ્યો છે અને આ સમય આપણા દેશમાં 1GB ઈન્ટરનેટ કોલ્ડ ડ્રિંકની એક નાની બોટલ કરતા પણ સસ્તું છે.તેમણે કહ્યું કે, ભારત અને જાપાન વચ્ચે સંબંધોના મૂળિયા શરૂઆતથી લઈને પ્રવૃતિ સુધી છે. હિન્દુ હોય કે બૌદ્ઘ મત, અમારી સંસકૃતિ સમાન છે. આપણા આરાધ્યથી લઈને અક્ષર સુધી આ સંસ્કૃતિની ઝલક જોવા મળે છે. ભારત અને જાપાનના સંબંધોના તાણા વાણામાં આવા અતિતના ઘણાં મજબૂત દોરા છે. ભારત અને જાપાન ઇતિહાસને જયાં બુદ્ઘ અને બોસ જોડે છે, ત્યાં વર્તમાન તમારા જેવા નવા ભારતના દૂત મજબૂત કરી રહ્યા છે.

વડાપ્રધાન મોદીએ પ્રવાસી ભારતીયોને કહ્યું, 'તમે એ પૂલ છો જે ભારત અને જાપાનને બન્ને દેશોના લોકોને, સંસ્કૃતિ અને આકાંક્ષાઓને જોડે છે. જાપાનમાં ૩૦ હજારથી વધારે ભારતીય સમુદાય આપણી સંસ્કૃતિના પ્રતિનિધિ તરીકે કામ કરે છે. જાપાનમાં વસતા ભારતીયોએ જાપાની દોસ્તો સાથે મળીને હંમેશા જ દેશ માટે ઘણું મોટું યોગદાન આપ્યું છે. સ્વામી વિવાદેકાનંદને, નેતાજી સુભાષ ચંદ્ર બોઝે, ભારતની આઝાદીના આંદોલનને જે સહયોગ જાપાન પાસેથી મળ્યો છે, તે કરોડો ભારતીયના દિલમાં હંમેશા રહેશે.'મોદીએ કહ્યું, 'હમણાં હાલમાં દુનિયાની બે મોટી સંસ્થાઓએ ભારતના પ્રયાસોની પ્રશંસા કરી છે અને સન્માનિત કર્યા છે. ગ્રીન ફયુચરમાં યોગદાન માટે સંયુકત રાષ્ટ્ર અને ચેમ્પિયન ઓફ ધ અર્થ તરીકે રશિયામાં સોલ પીસ પ્રાઈઝ તરીકે ભારતને સન્માન મળ્યું છે. સોલ પીસ પ્રાઈઝ સવા સો કરોડ પ્રજાના પ્રતિનિધિ તરીકે ભલે મને આપવામાં આવ્યું હોય પણ આ મારું યોગદાન માળાના એ દોરા જેટલું છે જે મનને પરોવે છે અને સંગઠીત થઈને આગળ વધારવા માટે પ્રયત્ન કરે છે.'

વડાપ્રધાન મોદીએ કહ્યું, ભારત આજે વ્યાપક બદલાવના સમયમાંથી પસાર થઈ રહ્યો છે. જનધન, આધાર અને મોબાઈલ, એટલે કે JAMમાં જે પારદર્શિતા ભારતમાં આવી છે, તેણે હવે દુનિયાના અન્ય વિકાસશીલ દેશોને પ્રરિત કર્યા છે. ભારતમાં બનેલી આ સિસ્ટમનો અભ્યાસ કરાઈ રહ્યો છે. આ સિવાય ડિજિટલ ટ્રાન્ઝેકશને આપણી આધુનિયક વ્યવસ્થા, જેમકે BHIM App અને Rupay Card તેને લઈને પણ દુનિયાના અનેક દેશોમાં ઉત્સુકતા છે.(૨૧.૯)

 

(11:33 am IST)