Gujarati News

Gujarati News

News of Monday, 29th October 2018

૭મી ડિસેમ્બરથી રાજકોટથી શરૂ થશે રામાયણ એકસપ્રેસ : જયપુર-મદુરાઇથી પણ ટ્રેન શરૂ થશે

રામાયણના જુદા જુદા સ્થળોની યાત્રાનું ટ્રેન દ્વારા પેકેજ ટુર કરાવશે આઇઆરસીટીસી

નવી દિલ્હી, તા. ર૯ : હિન્દુ માન્યતા અનુસાર રામાયણમાં દર્શાવાયેલા જુદા જુદા સ્થળોની યાત્રા કરાવતી રામાયણ એકસપ્રેસ ટ્રેન હવે રેલ્વે માટે આવકનું સાધન બની રહી છે. સામાન્ય રીતે આવી યાત્રાની ટ્રેનોમાં ૬૦ ટકા જેવું બુકીંગ જ થતું હોય છે પણ ૧૪ નવેમ્બરે દિલ્હીથી ઉપડનાર ટ્રેનનું બુકીંગ જાહેરાતના ૧પ દિવસમાં જ ફુલ થઇ ગયું હતું. એમ સંબંધિત અધિકારીઓનું કહેવું છે. આ ટ્રેઇનને સફળતા મળતા આઇઆરસીટીસીએ વધુ ત્રણ ટ્રેઇનની જાહેરાત કરી છે જે રાજકોટ, જયપુર અને મદુરાઇથી ઉપડશે.

આ ટ્રેઇનો રામાયણ સાથે સંકળાયેલા એવા નંદીગ્રામ, સીતામઢી, જનકપુર, વારાણસી, પ્રયાગ, શ્રીગવેરપુર, ચિત્રકુટ, નાસિક, હમ્પી, રામેશ્વર જેવા સ્થળોની યાત્રા કરાવશે. આ ઉપરાંત અયોધ્યા, હનુમાનગઢી, રામકોટ અને કનક ભવન મંદિરનો પણ તેમાં સમાવેશ થશે.

રાજકોટથી ઉપડનાર ટ્રેન માટે, સુરેન્દ્રનગર, વિરામગામ, સાબરમતી, આણંદ, વડોદરા, ગોધરા, દાહોદ અને મેઘનગરને બોર્ડીંગ પોઇંટ આપવામાં આવ્યા છે જેનું ભાડુ ૧પ૦૦૦/-ની આસપાસ રહેશે. તેથી ઉપડવાની તારીખ ૭ ડીસેમ્બર નક્કી કરાઇ છે.  દરેક ટ્રેનમાં સ્લીપર કોચ હશે અને ટ્રેનની ક્ષમતા ૮૦૦ મુસાફરની હશે. જેમાં ધર્મશાળામાં રહેવાનું, જમવાનું અને સાઇટ સીઇંગ ચાર્જીસ વગેરે ગણી લેવાયા છે. (૮.૮)

(11:32 am IST)