Gujarati News

Gujarati News

News of Monday, 29th October 2018

દેશનાં ટોપ ટેન પ્રદૂષિત શહેરોમાં આઠ ઉતર પ્રદેશનાં: કાનપુર સૌથી વધુ પ્રદૂષિત

લખનૌ ૩૨૩ એકયુઆઇ સાથે દેશનું ૧૨મું સૌથી પ્રદૂષિત શહેર રહ્યું

કાનપુર, તા.૨૯: રજાના દિવસો અને રસ્તાઓ પર વાહનોની ઓછી અવરજવર છતાં પણ યુપી પ્રદૂષણના કારણે હાંફતું રહ્યું. દેશનાં ટોપ ટેન સૌથી પ્રદૂષિત શહેરોમાં આઠ ઉત્ત્।ર પ્રદેશનાં છે, જયારે કાનપુરની હવા દેશભરમાં સૌથી વધુ ઝેરીલી રહી.

સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના આંકડાઓ મુજબ કાનપુરનો એર કવોલિટી ઇન્ડેકસ ૪ર૦ પહોંચી ગયો, જે ખૂબ જ ખરાબ શ્રેણીમાં આવે છે. કાનપુર ઉપરાંત બાકી પ્રદેશના સાત શહેર પશ્યિમી ઉત્ત્।ર પ્રદેશ કે એનસીઆરના છે.

લખનૌ ૩ર૩ એકયુઆઇ સાથે દેશનું ૧રમું સૌથી પ્રદૂષિત શહેર રહ્યું. વીતેલા બે દિવસની સરખામણીમાં શહેરની હવાનું ઝેરીલાપણું થોડું ઘટ્યું, પરંતુ મોસમ વિજ્ઞાનીઓનું કહેવું છે કે આવનારા સમયમાં પ્રદૂષણના કારણે હવાની કવોલિટીમાં વધુ ઘટાડો થવાની આશંકા છે.

એનબીઆરઆઇ એનવીસ સેન્ટરની કો-ઓર્ડિનેટર ડોકટર બબીતાકુમારીનું કહેવું છે કે વાયુ પ્રદૂષણ વધવાનું સૌથી મોટું કારણ ઇન્ડસ્ટ્રીમાંથી નીકળતો ધુમાડો છે. લખનૌ શહેરની આસપાસ આવી કોઇ મોટી ઇન્ડસ્ટ્રી નથી. તેથી અહીં હવાની કવોલિટીમાં દ્યટાડાનું કારણ વાહનોમાંથી નીકળતો ઝેરીલો ધુમાડો છે.

બબીતાકુમારીએ જણાવ્યું કે શહેરમાં ચાલી રહેલા કન્સ્ટ્રકશન દરમિયાન રસ્તા પર લાગતા ટ્રાફિક જામથી વાહનોમાંથી નીકળતા ઝેરી ગેસ વાયુમંડળના નીચાણવાળા ભાગમાં જમા થઇ જાય છે, જેના કારણે હવાનું દ્યનત્વ વધે છે અને વેગ ઘટે છે.

સામાન્ય રીતે હવાની કવોલિટીમાં ઘટાડો થતાં માસ્ક લગાવવાની વાત કહેવાય છે. સેન્ટર ફોર એન્વાયરન્મેન્ટ એન્ડ એનર્જી ડેવલપમેન્ટના પ્રોજેકટ ડિરેકટર પ્રતાપનું કહેવું છે કે તેની સાથે વાહનો અને નિર્માણકાર્યમાં બનાવાયેલા નિયમોનું પાલન પણ જરૂરી છે. આ ઉપરાંત રસ્તાઓ પર ચાલી રહેલા ડીઝલ અને પેટ્રોલથી ચાલતા ૧૦ વર્ષ જૂનાં વાહનોને શહેરની બહાર કરી દેવાં જોઇએ.

સીએનજી અને બેટરીથી ચાલતાં વાહનો પર ભાર આપવાનું કહેવાયું છે એટલું જ નહીં બસની સંખ્યામાં વધારો કરીને વધતાં વાહનોની સંખ્યાને દ્યટાડી શકાય છે. સામાન્ય લોકો ઇચ્છે તો શેરિંગનો રસ્તો પણ અપનાવી શકે છે. લખનૌ યુનિવર્સિટીના પ્રોફેસર અને મોસમ વિભાગના નિષ્ણાત ડો.ધ્રુવસેનસિંહનું કહેવું છે કે શહેરની એર કવોલિટીમાં હજુ દ્યટાડો જોવા મળશે.(૨૨.૮)

(11:31 am IST)