Gujarati News

Gujarati News

News of Monday, 29th October 2018

પિટ્‍સબર્ગમાં યહૂદીઓના ધર્મસ્‍થાનક પર હુમલો : ૧૧ યહુદીઓનાં મોત

મોસ્‍કો તા. ર૯: યહુદી વિરોધી નારાઓ સાથે હાથમાં રાઇફલ અને ત્રણ હેન્‍ડગન સાથેએક વ્‍યકિત અમેરિકાના પિટ્‍સબર્ગ શહેરમાં આવેલા યહુદીઓના મંદિરમાં ધસી ગયો હતો તથા પ્રાર્થના કરી રહેલી છ મહિલાઓ સહિત ૧૧ લોકોને ઠાર મારીને અન્‍ય છ લોકોને ખજમી કર્યા હતા. અમેરિકામાં અત્‍યાર સુધીમાં યહુદીઓ પરનો આ   સૌથી    હિચકારો હુમલો મનાય છે.

રોબર્ટ બોવર્સ તરીકે ઓળખાયેલો ૪૬ વર્ષનો આ હુમલાખોર ‘બધા યહુદીઓ મરી જવા જોઇએ' એવી બૂમો પાડી રહ્યો હતો. શનિવારે પિટ્‍સબર્ગની સ્‍કિવરલ હિલમાં એક ધર્મસ્‍થાનમાં બાળકના નામકરણ માટે એકઠા થયેલા લોકો પર તેણે હુમલો કર્યો હતો. પોલીસ સાથેના ગોળીબારમાં જખમી થયા બાદ તેણે આત્‍મસમર્પણ કર્યું હતું.

(11:22 am IST)