Gujarati News

Gujarati News

News of Monday, 29th October 2018

દિલ્‍હી એસ.ટી. કર્મચારીઓ હડતાલ ઉપર : હજારો હેરાન

નવી દિલ્‍હીઃ સોમવારે દિલ્‍હી ટ્રાન્‍સપોર્ટ કોર્પોરેશનના કોન્‍ટ્રેકટ બેઈઝ પર કામ કરતા કર્મચારીઓ હડતાલ ઉપર છે. તેમના ભથ્‍થા ઓછા કરી નખાયા તે વધારવા સહિતની માગણીઓ માટે ગત સોમવારથી હડતાલ ઉપર ઉતર્યા છે. હવે તેમના સમર્થનમાં દિલ્‍હી એસ.ટી. વર્કસ યુનિટી સેન્‍ટર પણ આજથી જોડાયાની જાહેરાત થઈ છે. દિલ્‍હી સરકારે જાહેર કર્યુ છે કે ઓગષ્‍ટથી જ લઘુતમ વેતન મંજૂર કરાયુ છે અને ભથ્‍થા પણ યથાવત કરી દીધા છે. ગવર્નરે આવશ્‍યક ધારો લાગુ પાડયો છે.

(11:21 am IST)