Gujarati News

Gujarati News

News of Monday, 29th October 2018

ઇન્ડોનેશનીયાઃ ૧૮૮ યાત્રી સાથેનું વિમાન તુટી પડયુ

જાકાર્તાથી ઉડયન ભર્યાના ૧૩ મીનિટમાં વિમાન થયું ક્રેશ

જાકાર્તા તા. ર૯ :.. ઇન્ડોનેશીયાના જાકાર્તામાં આજે સવારે એક ભયાનક વિમાન અકસ્માત થયો છે. અહીં લોયન એરનું વિમાન અહીંથી ઉડયન ભર્યા બાદ માત્ર ૧૩ મીનીટમાં જ ક્રેશ થઇ ગયુ હતું.

આજે સવારે આ વિમાને ઉડયન શરૂ કર્યુ કે તરત જ ૧૩ મિનીટમાં તેનો સંપર્ક તુટી ગયો હતો. તે પછી સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. જે વિમાન ક્રેશ થયું તે બોઇંગ ૭૩૭ મેકસ ૮ છે જેમાં ૧૮૮ યાત્રી હતાં. આ વિમાન બે મહિના પહેલા જ લોયન એરને મળ્યું હતું. વિમાનનો સંપર્ક તુટયો ત્યારે અચાનક તેની ઉંચાઇમાં લગભગ ર૦૦૦ ફુટનો ઘટાડો થયો હતો.

સુત્રોના જણાવ્યા પ્રમાણે જાવા સમુદ્ર પાસે વિમાનના ટૂકડા જોવા મળ્યા હતાં.

સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. (પ-૮)

 

(11:04 am IST)