Gujarati News

Gujarati News

News of Monday, 29th October 2018

યુપીમાં શાળામાં શિક્ષકે ૬ વર્ષની બાળકીને પીંખી : કોમી ભડશે

પોલીસ પણ આરોપીના બચાવમાં : ૨૪ કલાક પછી પણ પીડિત બાળકીનું મેડિકલ નથી કરાવ્યું

લખનઉ તા. ૨૯ : ઉત્તર પ્રદેશના આઝમગઢમાં સ્થિત શાળાના શિક્ષક દ્વારા ૬ વર્ષની બાળકી પર બળાત્કાર ગુજાર્યાનો મામલો સામે આવ્યો છે. આ ઘટના બે સંપ્રદાયો સાથે જોડાયેલી હોવાથી સમગ્ર વિસ્તારમાં સાંપ્રદાયિક તણાવ ફેલાઇ ગયો હતો. જેના કારણે આઝમગઢ આર્મી છાવણીમાં ફેરવાયું છે. 

આઝમગઢના મેંહનગર વિસ્તારમાં નિયાજ હૈદરની એમ એન જાફરી પબ્લિક નામની સ્કુલ છે. જેમાં આ ઘટના ઘટી હતી. પોલીસની માહિતી મુજબ શુક્રવારે આ સ્કુલ બંધ હતી. આ શાળામાં બીજા ધોરણમાં અભ્યાસ કરતી એક છ વર્ષીય બાળકી શાળા પાસેની એક દુકાનમાં આવી હતી. જયાં શાળાના માલિકનો પુત્ર હૈદર હાજર હતો. હૈદર આજ શાળામાં નર્સરીના બાળકોને ભણાવે છે. દુકાન પર આવેલી બાળકીને બદઇરાદાથી ફોસલાવીને તે બંધ શાળાના પ્રાંગણમાં લઇ ગયો હતો., જયાં તેણે બાળકી પર બળાત્કાર ગુજાર્યો હતો. 

ઘટના પછી બાળકી બુમો પાડવા લાગી હતી જેથી ગભરાઇને હૈદર ફરાર થઇ ગયો હતો. પીડિત બાળકી પોતાના ઘરે પહોચી અને પરિવારજનોને તેની સાથે બનેલી દર્દનાક ઘટનાને જણાવી હતી. જે પછી પીડિત બાળકીના પરિવારજનોએ પોલીસ ફરિયાદ કરી હતી. પોલીસ આરોપીની ધરપકડ કરવા માટે તેના ઘરે પહોચી હતી પરંતુ તે ઘરે ન હતો. આથી પોલીસે તેની ધરપકડ કરવા તપાસ આદરી હતી.  

શનિવાર સુધી બાળકીના અપરાધીની ધરપકડ ન કરાતા મોટી સંખ્યામાં લોકો શાળા સુધી પહોચી ગયા હતા અને શાળામાં તોડફોડ કરી હતી. આ દરમિયાન શાળાના સંચાલક અને આરોપીના પિતા નિયાજ હૈદર અને શાળાના અન્ય શિક્ષકો ડરીને ભાગી ગયા હતા.

 આ મામલે પીડિત બાળકીના પરિવારજનો અને વિસ્તારના લોકોએ પોલીસ તપાસ સામે વિરોધ નોંધાવ્યો હતો, કારણ કે પોલીસે ઘટનાના ૨૪ કલાક વિતી ગયા પછી પણ પીડિત બાળકીનું મેડિકલ નહોતું કરાવ્યું. પોલીસે ભીનુ સંકેલવાના પ્રયાસો કર્યા હોવાથી લોકોમાં ભારોભાર આક્રોશ હતો, જેના કારણે તેમણે મેંહનગર-છતવારા રોડને જામ કર્યો હતો. (૨૧.૫)

 

(9:48 am IST)