Gujarati News

Gujarati News

News of Monday, 29th October 2018

કિકી ચેલેન્જ બાદ હવે વાયરલ થઇ વેલ્થ ચેલેન્જ: સોશિયલ મીડિયા પર અનોખો અને વિચિત્ર ટ્રેન્ડ

કિંમતી સમાન વેરવિખેર અને મોં ઊંધું રાખીને પોઝ આપવાનો વધ્યુ ચલણ

આજકાલ સોશ્યલ મીડિયામાં ફોટામાં મહિલા, લક્ઝરી સામાન અને વિખેરાયેલા ડૉલર્સ સાથે રસ્તા પર મો ઉંધુ કરીને પૉઝ આપી રહી હોવાનું ઝડપથી વાયરલ થઇ રહયું છે ચીનમાં સોશિયલ મીડિયા પર અનોખો અને વિચિત્ર ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે

   યુઝર્સ પોતાના એવા ફોટા સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યાં છે. જેમાં તે ઉંધા મો રાખીને પડેલા જોવા મળી રહ્યાં છે અને તેમની આસપાસ મોંઘો સામાન વેરવિખેર પડ્યો છે. તેમાં મોબાઈલ ફોન, કેમેરા, કપડા, બાઈકથી લઈને કરન્સી પણ છે. તેને ચીનના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વાઈબો પર 'ફ્લોન્ટ યોર વેલ્થ ચેલેન્જ' નામ આપવામાં આવ્યુ છે

    ચીનમાં સોશિયલ મીડિયા પર બે અઠવાડિયા પહેલા આ ચલણ શરૂ થયું તો ખૂબ જ ટ્રેન્ડ થવા લાગ્યું. છેલ્લા બે અઠવાડિયામાં ચીની સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વાઈબો પર લાખો પોસ્ટ પણ થઈ ચૂકી છે. લોકો એવા ફોટા આપી રહ્યાં છે કે તે પોતાની કારમાંથી પડી ગયા છે અને તેમનો તમામ સામાન રસ્તા પર વિખેરાઈ ગયો છે.

    ચીનના ઝિંગઝિયાંગ પ્રાંતના તાઈઝિઓમાં ગયા અઠવાડિયે કારમાંથી પડી જવું અને સામાન વિખેરાઈ જવા અંગે બનેલો વીડિયો ટિક-ટોક પર શેર કરવામાં આવ્યો. આને 50 હજારથી વધુ વ્યુઝ મળી ચૂક્યા છે. આ ફોટામાં જેમાં મહિલા, લક્ઝરી સામાન અને વિખેરાયેલા ડૉલર્સ સાથે રસ્તા પર મો ઉંધુ કરીને પૉઝ આપી રહી છે. તેને સરનેમ ચેનથી ઓળખવામાં આવી રહી છે. આ પ્રકારના ફોટાને વાહન વ્યવહાર નિયમોનું ઉલ્લંઘન માનીને ચીન પોલીસે ચેન અને તેના બોયફ્રેન્ડને દંડ પણ કર્યો છે.

     ચીનમાં બે અઠવાડિયાથી આ પ્રકારની પોસ્ટ આવી રહી છે પરંતુ જણાવવામાં આવી રહ્યું છે કે આ ટ્રેન્ડની શરૂઆત જુલાઈમાં રશિયાના એક ડીજેની પોસ્ટથી શરૂ થઈ હતી. ફોટોમાં ડી જે પોતાના પ્રાઈવેટ જેટમાંથી પડવાનું નાટક કરતો જોવા મળી રહ્યો હતો. ત્યારે પણ આ પ્રકારનો ટ્રેન્ડ જોવા મળ્યો હતો.

(8:56 am IST)