Gujarati News

Gujarati News

News of Monday, 29th October 2018

બુધવારે પુષ્યનક્ષત્ર : નવા કાર્યોનો પ્રારંભ કરવા માલવ્ય યોગનું નિર્માણ

ભારતીય પરંપરામાં શુકન માટે આ દિવસે સોના-ચાંદી-ઝવેરાતની ખરીદીનો શુભ અવસર

રાજકોટ ;આગામી 31મી ઓક્ટોબર એટલે આસો વદ સપ્તમીના રોજ જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે પુષ્ય નક્ષત્ર છે. વિક્રમ સંવત-2017નું અંતિમ પુષ્ય નક્ષત્ર હોવાથી આ દિવસે મોટી સંખ્યામાં નૂતન વર્ષ માટેની ખરીદી પણ કરવામાં આવશે.

   અત્રે ઉલ્લેખનીય છે કે પુષ્યનક્ષત્ર 30 ઓક્ટોબરના મંગળવારની મોડી રાત્રિએ 3.51થી શરૂ થશે અને બુધવારે 31 ઓક્ટોબરની મોડી રાત્રિએ 2.34 વાગ્યે પૂરું થશે. એટલે જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે સૂર્યોદય સમયે જે તિથિ, વાર, નક્ષત્ર, યોગ હોય તે માનવામાં આવે છે

  . બુધવારે સૂર્યોદય સમયે પુષ્યનક્ષત્ર છે. ગુરુવારનો સંયોગ મળશે નહીં કારણકે ગુરુવારે આશ્લેષા નક્ષત્ર છે. માટે સારી શુભ ખરીદી પુષ્ય નક્ષત્રમાં આવતા બુધવારે તારીખ 31મી ઓક્ટોબરે જ કરી લેવી. તા.31મીએ સવારે 11.11 મિનિટ સુધી રાજયોગ પણ થઈ રહ્યો છે. આ ઉપરાંત નવા કાર્યોનો પ્રારંભ કરવા માલવ્ય યોગનું પણ નિર્માણ થઈ રહ્યું છે. ભારતીય પરંપરામાં શુકન માટે પણ આ દિવસે સોના-ચાંદી-ઝવેરાતની ખરીદી કરવામાં આવતી હોય છે.
  જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે જે કોઈપણ વ્યક્તિને વારંવાર અસફળતા મળતી ન હોય અથવા વિલંબ સાથે કાર્ય થતાં હોય તેઓએ પણ આ દિવસે નવા કાર્યનો પ્રારંભ કરે તો તેમને સખળતા મળે છે.

(8:54 am IST)