Gujarati News

Gujarati News

News of Monday, 29th October 2018

''સિંગર ગધેડી ;પસાર થતા લોકોને સંભળાવે છે ગીત :સોશ્યલ મીડિયામાં મચાવી ધૂમ :3 મિલિયનથી વધુ વ્યૂઝ મળ્યા

સોશિયલ મીડિયા પર હેરિયટ નામની એક ગધેડી ખૂબ ચર્ચામાં છે.  તે ગીત ગાય છે.આજ સુધી દુનિયા ગધેડાની પ્રજાતિને તેના હોંચી હોંચીના કર્કશ અવાજ માટે કોસતી રહી છે પણ આ ગધેડીએ આ લીગને તોડી નાખી છે.

 

  માર્ટિન સ્ટેનટન નામના એક વ્યક્તિએ આ વીડિયો બનાવ્યો છે, જે ખૂબ વાયરલ થઈ રહ્યો છે. મીર્ટિન આયર્લેન્ડના ગૉલવે શહેરમાં રહે છે અને આ વીડિયો પણ ત્યાંનો જ છે. માર્ટિન કહે છે કે, તે છેલ્લા એક વર્ષથી દરરોજ આ ગધેડી પાસેથી પસાર થાય છે અને તે તેને ગીત સંભળાવે છે.
  માર્ટિનની પોસ્ટને સોશિયલ મીડિયા પર 3 મિલિયનથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે જ્યારે આ વીડિયો ઘણી વિદેશી ન્યૂઝ વેબસાઈટનો હિસ્સો બની ગયો છે. માર્ટિન કહે છે કે, ‘હું ગધેડીની માલિકને ઓળખું છું. હું અવારનવાર ત્યાં ગાજર અને બદામ લેવા માટે જાઉં છું.
મજાની વાત એ છે કે, પહેલા હેરિયટનું નામ હેરિસન હતુ. જ્યારે તેના માલિકે તેને ખરીદી ત્યારે તે આને ગધેડો સમજી રહ્યાં હતા. બાદમાં ખબર પડી કે, તે ગધેડી છે એટલે તેમણે આનું નામ હેરિસનથી બદલીને હેરિયટ કરી દીધું.
 જ્યારે ગધેડાઓની ગીત ગાવાની વાત આવી જ છે તો અમને અન્ય એક વીડિયો પણ વીડિયો પણ મળ્યો છે. આમાં એક ગધેડો વાયોલિન વગાડી રહેલી મહિલા સાથે જુગલબંદી કરી રહ્યો છે. જોકે, તે હેરિયટ જેટલો સુરીલો નથી.

(12:00 am IST)