Gujarati News

Gujarati News

News of Monday, 29th October 2018

શ્રીલંકામા રાજનીતિક સંકટ :ભડકી હિંસા 2નાં મોત : નાણામંત્રી પણ ઘાયલ :બોડીગાર્ડ દ્વારા ગોળીબાર

કોલંબો : શ્રીલંકાના રાષ્ટ્રપતિ દ્વારા વડાપ્રધાન રાનિલ વિક્રમસિંઘેને હટાવીને તેમના સ્થાન પર પૂર્વ રાષ્ટ્રપતિ મહિંદા રાજપક્ષેને વડાપ્રધાન નિયુક્ત કર્યા બાદ ઉત્પન્ન થયેલ રાજનીતિક સંકટ હવે લોહીળાય બની ચુક્યું છે. વડાપ્રધાન રાનિલ વિક્રમસિંઘેના વિશ્વસ્ત અને પૂર્વ પેટ્રોલિયમ મંત્રી અર્જુન રણતુંગાના અંગરક્ષકોએ નવ નિયુક્ત વડાપ્રધાન મહિંદા રાજપક્ષેનાં સમર્થકો પર ગોળીઓ ચલાવી હતી. આ ઘટનામાં એક વ્યક્તિનું મોત થઇ ચુક્યું છે. મળતી માહિતી અનુસાર રાણાતુંગાના અંગરક્ષકોએ નવ નિયુક્ત વડાપ્રધાન મહિંદા રાજપક્ષેના સમર્થકો પર પાંચ રાઉન્ડ ફાયર કર્યું હતું. 

 

  પોલીસે જણાવ્યું કે, ગંભીર રીતે ઘાયલ એક વ્યક્તિએ છેલ્લા શ્વાસ લીધા અને બે લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ રીતે સીલોન પેટ્રોલિયમ કોર્પોરેશન (CPC) પરિસરથી એક સુરક્ષા કર્મચારીની ધરપકડ કરવામાં આવી છે

  . આ દુર્ઘટના તે સમયે થઇ જ્યારે ક્રિકેટર પાસેથી રાજનેતા બનેલા રણતુંગાએ સીપીસીની મુલાકાત લીધી. આ દરમિયાન કેટલાક કર્મચારીઓએ ઓફીસમાં તેમની ગેરહાજરીનો વિરોધ કર્યો. જ્યારે રણતુંગાએ ઇમારતમાં પ્રવેશ કર્યો તો, નવા વડાપ્રધાન રાજપક્ષેના સમર્થકોએ તેમનો વિરોધ કર્યો અને નારેબાજી કરી હતી. 

(12:00 am IST)