Gujarati News

Gujarati News

News of Monday, 29th October 2018

જાપાન : મોદી અને અબેએ ટ્રેનમાં પ્રવાસની મજા માણી

સૌથી મોટી ઔદ્યોગિક કંપનીને જોવા પહોંચ્યા : યામાનસી પહોંચ્યા બાદ અબે દ્વારા ભવ્ય સ્વાગત કરાયું

ટોકિયો,તા. ૨૮ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૧૩માં ભારત-જાપાન વાર્ષિક શિખર સંમેલનમાં ભાગ લેવા માટે આજે સાંજે યામાન્ચી પહોંચ્યા હતા. ત્યારબાદ વડાપ્રધાને પોતાના જાપાની સમકક્ષ સિન્જો અબેની સાથે એક્સપ્રેસ ટ્રેન કેજીની મુસાફરી કરી હતી. બંનેએ યામાનસી સ્થિત ઔદ્યોગિક રોબોટ કંપની ફાનુકની ફેક્ટ્રીને પણ નિહાળી હતી. વાપસીમાં ટ્રેનમાં યાત્રા કરી હતી. યામાન્સી ટોકિયોથી આશરે ૧૧૦ કિલોમીટરના અંતરે છે. આ પહેલા દિવસમાં મોદીનું હોટલ માઉન્ટ ફુજી પહોંચ્યા બાદ અબેએ ભવ્ય સ્વાગત કર્યું હતું. બંને નેતા બગીચામાં વાતચીત કરતા નજરે પડ્યા હતા. મોદીએ પોતાના જાપાની સમકક્ષ અબેને બે કલાત્મક ચીજોની ભેંટ આપી હતી. રાજસ્થાનથી મેળવવામાં આવેલી ચીજવસ્તુઓની ભેંટ આપવામાં આવી હતી. આ ઉપરાંત જોધપુરી પેટી પણ ભેંટમાં આપી હતી. મોદીએ જાપાન પહોંચ્યા બાદ વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું હતું કે, મિત્રતા નવી ઉંચાઈ ઉપર જશે. મોદી અને સિન્જો વચ્ચેની વાતચીત સતત યોજાઈ રહી છે. શિખર બેઠકમાં ભાગ લેવા માટે મોદી ત્યાં પહોંચ્યા છે. ભારતીય લોકોની પણ આના ઉપર નજર છે.

(12:00 am IST)