Gujarati News

Gujarati News

News of Monday, 29th October 2018

દિલ્હીમાં વાતાવરણ ધૂંધળું :અત્યાર સુધીની સૌથી ઝેરી હવા ફેલાઇ : વાયુ ગુણવત્તા સૂચકાંક ખુબ ખરાબ શ્રેણીમાં

નવી દિલ્હી : દિલ્હીમાં રવિવારે ધુંધળુ વાતાવરણ છવાઇ ગયું છે અને હવામાનની અત્યાર સુધીની સૌથી ખરાબ વાયુ ગુણવત્તા નોંધાઇ છે. રાષ્ટ્રીય રાજધાનીમાં હવાની ગુણવત્તા સતત ખરાબ થઇ રહી છે. કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (CPCB)ના આંકડાઓ અનુસાર રાષ્ટ્રીય રાજધાનીમાં કુલ વાયુ ગુણવત્તા સૂચકાંક 381 નોંધાયું છે જે ખુબ જ ખરાબની શ્રેણીમાં આવે છે. 

આ વાતાવરણમાં ખરાબ વાયુ ગુણવત્તાનો આ સૌથી વધારે સૂચકાંક છે જે પ્રદૂષણના ગંભીર સ્તરથી કંઇક નીચુ છે.

 અત્રે ઉલ્લેખનીય છે કે, 0 થી 50ની વચ્ચે એક્યૂઆઇ "સારૂ" માનવામાં આવે છે. 51 અને 100ની વચ્ચે સંતોષજનક, 101 અને 200 વચ્ચે મધ્યમ શ્રેણીનુ, 201 અને 300ની વચ્ચે ખરાબ, 301 અને 400ની વચ્ચે ખુબ જ ખરાબ અને 401 અને 500ની વચ્ચે એક્યૂઆઇ ગંભીર માનવામાં આવે છે.

(12:00 am IST)