Gujarati News

Gujarati News

News of Monday, 29th October 2018

ભાજપ ફરીથી મંદિર માર્ગે :હવે કેરળમાં ચાલુ થશે રથયાત્રા : સબરીમાલા મંદિરના વિવાદે આપી તક

કેરળ ભાજપ 8 નવેમ્બરથી કાસરગુડથી સબરીમાલા સુધીરથયાત્રા કાઢશે

તિરુવનંતપુરમ : રામજન્મ ભૂમિ આંદોલનના સમયે સમગ્ર દેશમાં ભાજપના નેતા લાલકૃષ્ણ અડવાણીએ   રથયાત્રા કાઢી હતી હવે ભાજપ ફરીથી મંદિર માટે કેરળમાં રથયાત્રા ચાલુ કરશે. આ વખતે મંદિર રામજન્મભુમિ નહી પરંતુ સબરીમાલા મંદિર માટે રથયાત્રા કાઢશે

   કેરળના આ મંદિરમાં અત્યાર સુધી 11 વર્ષથી માંડીને 50 વર્ષની મહિલાઓનાં પ્રવેશ પ્રતિબંધિત હતો. જો કે સુપ્રીમ કોર્ટે પોતાનાં ચુકાદામાં સબરીમાલા મંદિરમાં મહિલાઓનાં પ્રવેશ પર લાગેલ પ્રતિબંધ હટાવી દીધો. જો કે અત્યાર સુધી ત્યાંના શ્રદ્ધાળુઓના વિરોધના કારણે મહિલાઓ મંદિરમાં પ્રવેશ નથી કરી શક્યા. 6 દિવસ સુધી ઘણી મહિલાઓએ પ્રવેશના પ્રયાસ કર્યા, પરંતુ સફળતા નહોતી મળી.

  ભાજપ અધ્યક્ષ અમિતભાઈ  શાહે કહ્યું કે, તેમની પાર્ટી સબરીમાલામાં શ્રદ્ધાળુઓ સાથે છે. કેરળ સરકારનું કહેવું છે કે ભાજપ અને આરએસએસ કાર્યકર્તા મહિલાઓને મંદિરમાં પ્રવેશ નથી કરવા દેતા. તેના માટે કેરળ પોલીસે હજારો લોકોને મંદિર પાસેથી ધરપકડ કરી છે. હવે ભાજપે તેનાં વિરોધમાં કહ્યું કે, તેઓ લેફ્ટ સરકારનાં આ પગલાનો વિરોધ કરશે

  કેરળ ભાજપ 8 નવેમ્બરથી રાજ્યમાં એક રથયાત્રા ચાલુ કરશે. આ રથયાત્રા કાસરગુડથી સબરીમાલા સુધી ચાલુ થશે. જો કે અત્યાર સુધી એ ખુલાસો નથી થકો કે આ રથયાત્રામાં ભાજપનાં કયા કયા નેતાઓ ભાગ લેશે.

(12:00 am IST)