Gujarati News

Gujarati News

News of Monday, 29th October 2018

જમ્મુ -કાશ્મીરમાં ભાજપ -પીડીપી સરકાર ભ્રસ્ટાચારમાં ગળાડૂબ હતી : રાજ્યપાલ સત્યપાલ મલિકના ઘટસ્ફોટથી રાજકીય ભૂકંપ

બેંકમાં ભરતીમાં છેલ્લીઘડીએ રાજકીય નેતાના સબંધીના નામ ઘુસાડ્યા :આતંકી પૃષ્ઠભુમીના યુવકોને રાજકીય ઈશારે અધ્યાપકો બનાવાયા !!??

શ્રીનગર :રાજ્યપાલ સત્યપાલ મલિક દ્વારા જમ્મુ-કાશ્મીરમાં ભ્રષ્ટ્રાચારના મામલાને લઈને કરેલ ઘટસ્ફોટથી રાજકીય ભૂકંપ સર્જાયો છે એક ટીવી ઇન્ટરવ્યૂમાં તેના દ્વારા કરાયેલ રહસ્યસ્ફોટ બાદ રાજકીય પક્ષો જ નહિ પરંતુ જનતાએ પે એ ભ્રષ્ટ્રાચારી નેતા અને ઓફિસરોના નામ જાહેર કરવા માંગ કરી છે જેના તરફ રાજ્યપાલે ઈશારો કર્યો હતો

  એક નેશનલ ટીવી ચેનલમાં ઇન્ટરવ્યૂમાં રાજ્યપાલ સત્યપાલ મલિકે જમ્મુ-કાશ્મીરમાં થયેલ ભ્રષ્ટ્રાચારના કેટલાય મામલા ઉજાગર કર્યા હતા તેઓએ તત્કાલીન પીડીપી -ભાજપ સરકારના કેટલાય મંત્રીઓ પર આરોપ લગાવતા કહ્યું કે તેઓએ જમ્મુ -કાશ્મીર બેંકમાં ભરતી કરવાના મામલા સુધી હસ્તક્ષેપ કર્યો હતો અને 600 જેટલા પોતાના સબધીઓના નામ પસંદગી યાદી બહાર પાડવાના છેલ્લી ઘડીએ સામેલ કર્યા હતા

  જોકે મેહબૂબા સરકારના નાણામંત્રી રહેલા અને કેટલાક વર્ષો સુધી જમ્મુ કાશ્મીર બેન્કના ચેરમેન રહેલા નેતા હસીબ ડ્રાંબુએ રાજ્યપાલને આવા નેતાઓના નામ જાહેર કરવા પડકાર ફેંક્યો છે જેના ઇશારાથી આમ થયાનો રાજ્યપાલે આક્ષેપ કર્યો છે તેઓએ આ પડકાર એક ટ્વીટ કરીને આપ્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે ડ્રાંબુને પીડીપીથી બહાર કરી દેવાયા છે

  રાજ્યપાલે એક મોટો આરોપ જમ્મુ કાશ્મીર પબ્લિક સર્વિસ કમિશન પર લગાવતા કહ્યું કે તેને એક ઉમેદવારને વગર પરીક્ષાએ જ કેએએસના પદ પર નોકરી આપી હતી કારણ કે તે રાજકીય નેતાનો નજીકનો હતો

 આ આ આરોપ અંગે જમ્મુ-કાશ્મીર પબ્લિક સર્વિસ કમિશનના ચેરમેન લતીફ ઉ જમાન દેવાએ રાજ્યપાલ મલિકના આરોપને નકારતા કહ્યું કે આરોપમાં કોઈ સત્યતા નથી કમિશનની પસંદગી પ્રક્રિયા સંપૂર્ણ પારદર્શી હોય છે જેથી કરીને આવો કોઈ સ્કોપ નથી જોકે લોકોએ તેના નિવેદન પર વિશ્વાસ કરતા નથી

  રાજ્યપાલે જમ્મુ કાશ્મીર બેન્કના હાલના ચેરમેન પર પણ આરોપ લગાવ્યો હતો કે તેના કેટલાય સબંધીઓને કંપની સેક્રેટરી પદ પર નિયુક્ત કર્યા હતા જે તેને લાયક નહોતા મ,મલિકે એમ પણ કહ્યું કે આતંકી પૃષ્ઠભૂમિમાં યુવકોને રાજનીતિજ્ઞની મિલીભગતને કારણે અધ્યાપકોના પદ પર નિયુક્ત કરી દીધા હતા જે સ્કૂલોમાં અલગાવવાદી પાઠ ભણાવી રહ્યાં છે

(12:00 am IST)