Gujarati News

Gujarati News

News of Monday, 29th October 2018

ઈસરોના પૂર્વ ચીફ માધવન નાયર ભાજપમાં જોડાયા : ત્રિવેન્દ્રમમાં અમિતભાઈની હાજરીમાં લીધી સદસ્યતા

 નવી દિલ્હી : ઈસરોના પૂર્વ ચીફ માધવન નાયર ભાજપમાં જોડાયા છે કેરળના ત્રિવેન્દમમાં પાર્ટી અધ્યક્ષ અમિતભાઈ  શાહની હાજરીમાં ભાજપની સદસ્યતા લીધી હતી અત્રે ઉલ્લેખનીય છે કે માધવન ઈસરોના અંતરિક્ષ વિભાગના અધ્યક્ષ રહી ચૂક્યા છે.આ સાથે તેઓ ત્યાંના સચિવ પદે પણ કાર્યરત હતાં.

  કેરળના તિરુવનંતપુરમમાં 31 ઓક્ટોબર 1943ના રોજ જન્મેલા માધવને વર્ષ 1966માં કેરળ યુનિવર્સિટીમાંથી એન્જિનિયરિંગમાં સ્નાતકની પદવી મેળવી. ત્યારબાદ તેમણે ભાભા પરમાણુ અનુસંધાન કેન્દ્ર, મુંબઈમાંથી તાલિમ લીધી. ઈસરોના અધ્યક્ષ  પદ પર તેઓ લગભગ 6 વર્ષ રહ્યાં. આ દરમિયાન તેમણે અનેક મિશનોને સફળતાપૂર્વક પૂરા કર્યાં હતા .

(12:00 am IST)