Gujarati News

Gujarati News

News of Wednesday, 29th September 2021

ઝૂંપડપટ્ટીમાં રહેતા અને મોટા ગજાની કંપનીના પ્રમોટરો જંગી માત્રામાં બે વર્ષથી રોકડનું સર્જન કરી રહ્યાનું "સીબીડીટી"ના ધ્યાને આવતા મોટો ખળભળાટ: પ્રચંડ મોટા કૌભાંડની શક્યતા: ટૂંક સમયમાં વિસ્ફોટો થશે

ભારે રસપ્રદ !!  સેન્ટ્રલ બ્યુરો ઓફ ડાયરેક્ટ ટેક્સીઝ (સીબીડીટી)ના વિશ્વસનીય સૂત્રો કહે છે કે, તેમને અત્યંત મોટી માત્રામાં રોકડના શંકાસ્પદ વ્યવહારો મળ્યા અને કૌભાંડમાં સામેલ કંપની ખૂબ મોટા ગજાની છે.
ગયા વર્ષથી, એક અગ્રણી કોર્પોરેટ હાઉસ કેટલાક અજ્ઞાત કારણોસર બનાવતી-શેલ  કંપનીઓ મારફતે ભારે જંગી માત્રામાં રોકડ પેદા કરી રહ્યું છે.  સીબીડીટી ના સૂત્રો કહે છે કે, આ કંપની ખૂબ જ મોટા સ્તરની છે અને આ પ્રકારની તેમની પ્રચંડ માત્રામાં રોકડની ભૂખ એકદમ આશ્ચર્યકારક છે.
સતત બીજા વર્ષે - આ કંપની નિયમિત રીતે મોટા પાયે રોકડ પેદા કરવા માટે એક જ પ્રકારના  ગેરકાયદેસર માર્ગનો ઉપયોગ કરી રહી છે.  હવે અધિકારીઓ આ નેટવર્કને શોધવા માટે સોગઠા ગોઠવી રહ્યા છે.
મળતી ચોંકાવનારી પ્રાથમિક તપાસમાં એવું ખુલ્યું છે કે આ કંપનીના પ્રમોટરો ઝૂંપડપટ્ટીમાં રહે છે. (જ્યાંથી પ્રચંડ માત્રામાં અજ્ઞાત કારણોસર રોકડનું સર્જન કરવામાં આવે છે.
 હવે, સીબીડીટીના અધિકારીઓ આ મહાકાય  કૌભાંડનો પીછો કરી રહ્યા છે અને આ મોટી માત્રામાં સર્જાતી રોકડ પાછળના વાસ્તવિક ચહેરા શોધવા માટે તમામ લિંક્સને જોડી રહ્યા છે. વધુ સત્તાવાર વિગતોની રાહ જોવાઈ રહી છે.

(12:15 pm IST)