Gujarati News

Gujarati News

News of Wednesday, 29th September 2021

સ્દેશમાં થતા વિદેશના જોબવર્ક ઉપર હવે ૧૮ ટકા જીએસટી નહીં વસૂલવાનો નિર્ણય

જોબવર્ક બાદ તેની ચુકવણી સીધી ડોલરમાં થશે તેને જ લાભ મળશે : કમિશન લઇને કામ કરાવાયું તો તેની પાસેથી જીએસટીની વસૂલાત થશે

નવી દિલ્હી,તા. ૨૯: દક્ષિણ ગુજરાતમાં છેલ્લા થોડા સમયથી વિદેશમાંથી કરાતા જોબવર્કની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. પરંતુ તેના પર વસૂલ કરાતા ૧૮ ટકા જીએસટીને કારણે તકલીફ પડી રહી હતી. જેથી આ સમસ્યાના નિરાકરણ માટે જીએસટી કાઉન્સિલની બેઠકમાં વિદેશના કામ માટે કરવામાં આવતા જોબવર્ક બાદ નાણા સીધા ડોલરમાં આવતા હોય તેવા કિસ્સામાં ૧૮ ટકા જીએસટી નહીં વસૂલવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

ભારતમાં દર વર્ષે ૧૩.૫ લાખ કરોડનુંુ વિદેશથી ફકતને ફકત જોબવર્ક કરાતું હોય છે. આવા જોબવર્ક કરનારાની સંખ્યા દક્ષિણ ગુજરાતમાં ધીમે ધીમે વધી રહી છે. જોકે જે પણ લોકો આ રીતે જોબવર્ક કરે તેઓ પાસેથી ૧૮ ટકા લેખે જીએસટીની વસૂલાત કરવામાં આવતી હતી. પરંતુ હવેથી તેઓ પાસે ૧૮ ટકાના બદલે એક પણ ટકો જીએસટી નહીં વસૂલવાનો નિર્ણય જીએસટી કાઉન્સિલમાં કરાયો છે. જોકે તેમાં જોબવર્ક કરાવ્યા બાદ દેશમાં તે નાણાં જોબવર્ક કરનારના ખાતામાં સીધા ડોલરમાં આવતા હશે તેને જ આ લાભ મળશે. પરંતુ કમિશનથી અન્યને કામ આપશે તો કમિશનથી કામ કરાવનાર પાસેથી ૧૮ ટકા ટેકસ વસૂલ કરવામાં આવનાર છે. (૨૨.૫)

જોબવર્ક કરનારાઓને રાહત આપતો નિર્ણય

જીએસટી કાઉન્સિલની બેઠકમાં વિદેશના કામ માટે કરવામાં આવતા જોબવર્ક કરનારાઓ પાસેથી હવે ૧૮ ટકાના બદલે એક પણ ટકો જીએસટી નહીં વસૂલાય તેવો નિર્ણય કર્યો છે. તેમજ તેના કારણે હવે તેઓએ રિફંડ મેળવવામાં પણ પહેલા જે સમસ્યાનો સમસ્યાનો સામનો કરવો પડતો હતો તેમાંથી પણ છુટકારો મળવાનો છે.

-મિહિર મોદી (સીએ)

(9:48 am IST)