Gujarati News

Gujarati News

News of Tuesday, 29th September 2020

અનલોક-પઃ રેલ્વેને નાના અંતરની પેસેન્જર ટ્રેનની મંજૂરી મળશે

તહેવારોની સીઝનના કારણે કેન્દ્ર અનલોક માટે વધુ આર્થિક ગતિવિધિઓને લીલીઝંડી આપશે

નવી દિલ્હી, તા. ર૯ : કેન્દ્રીય ગૃહમંત્રાલય આજે કોઇપણ સમયે અનલોક પ.૦ ની ગાઇડલાઇન્સ જાહેર કરી શકે છે. આ વાતની સંભાવના વ્યકત કરવામાં આવી રહી છે કે અનલોક -પ માં રેલ્વે  ઝોન અંદર નાના-નાના અંતરની ટ્રેનોની મંજૂરી આપશે. એટલે કે રેલ્વેને ઓછા અંતર માટે પેસેન્જર ટ્રેનની છૂટ અપાશે તેની સાથે જ સિનેમા હોલ અને પર્યટક સ્થળોને આ ચરણમાં ફરી ખોલવાની મંજૂરી આપવાની શકયતા છે.

ઉલ્લેખનીય છે કે આવતીકાલે અનલોકની અંતિમ દિવસ છે. ૧ ઓકટોબરથી દેશ પાંચમાં ચરણમાં પ્રવેશ કરશે. લોકડાઉનના કારણે પડી ભાંગેલી અર્થવ્યવસ્થાને રફતાર આપવા માટે સરકાર શાળા-કોલેજની સાથે અનેક આર્થિક ગતિવિધીઓની છુટ આપશે.

૧ સપ્ટેમ્બરે શરૂ થયેલી અનલોક-૪માં કેન્દ્ર સરકારે પ્રથમવાર મેટ્રો સેવાઓને ફરી શરૂ કરવા જેવી વિવિધ છૂટ આપવામાં આવી હતી. તેની સાથે જ ૯-૧ર માટે શાળાને આંશિકરૂપે ફરી ખોલવામાં આવ્યા. હવે એક ઓકટોબરથી શરૂ થતાં અનલોકના પાંચમાં ચરણ અંગે અટકળો તેજ થઇ છે. તહેવારની સીઝનના કારણે આશા છે કે કેન્દ્ર અનલોક માટે અને ગતિવિધિઓ ખોલીદેશે.

(4:06 pm IST)
  • ફ્રેન્ચ ઓપનમાં જબરો અપસેટ : એન્ડી મરે પ્રથમ રાઉન્ડમાં જ બહાર : ફ્રેન્ચ ઓપનમાં બ્રિટનના એન્ડી મરે પ્રથમ રાઉન્ડમાં જ બહાર ફેંકાઈ ગયો છે : વાવરીન્કાએ મરે ને એક કલાક અને ૩૭ મિનિટમાં ૬-૧, ૬-૩, ૬-૨થી હરાવી બીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો access_time 3:11 pm IST

  • દેશમાં કોરોનાના કહેર વચ્ચે સતત ઘટતા નવા કેસ અને રિકવર થનારની વધતી સંખ્યા : રાત્રે 12 વાગ્યા સુધીમાં નવા 80,500 કેસ નોંધાયા:કુલ કેસની સંખ્યા 62,23,519 થઇ હાલમાં 9,40,473 એક્ટીવ કેસ: વધુ 86,061 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 51,84,634 રિકવર થયા : વધુ 1178 લોકોના મોત સાથે મૃત્યુઆંક 97,529 થયો access_time 1:04 am IST

  • તામિલનાડુમાં 31 ઓક્ટોબર સુધી લોકડાઉન : થોડી છૂટછાટ સાથે લોકડાઉન આખા ઓક્ટોબર માસ સુધી અમલી બનાવાયું access_time 7:49 pm IST