Gujarati News

Gujarati News

News of Tuesday, 29th September 2020

પુરૂષોતમ ગુરૂ તું...!

સંકલ્‍પ શકિત મજબુત કરીએ

આપણા જીવનમાં સમાજમાં કોઇને કોઇ વ્‍યકિત કંઇક મેળવવા ઇચ્‍છે છે. શરૂઆત તો બધા જ કરે છે તેમાં કેટલાંક આગળ વધે છે. પરંતુ કાર્યમાં સિધ્‍ધિ તો મુઠ્ઠીભર લોકો જ મેળવી શકે છે.

તેમણે મેળવેલી આ સફળતા કોઇ ભાગ્‍યનું ફળ નથી, કે કોઇની કૃપા અથવા તો દૈવી ચમત્‍કાર નથી હોતો.

એની સફળતા એ ભાગ્‍યનું ફળ નથી પરંતુ તેના મુળમાં હોય છે. વ્‍યકિતની પ્રચંડ સંકલ્‍પ શકિત અદમ્‍ય ઉત્‍સાહથી ભરેલો સતત પ્રયાસ પુરૂષાર્થ! વ્‍યકિત તેના આધારે જ પોતાના મનોરથો પુરા કરે છે. લક્ષ્યની મંજિલ સુધી પહોંચી શકે છે.

સંકલ્‍પ પોતે હોય છે. સંકલ્‍પનો અર્થ એ છે મનોદશા, જેનો કોઇ વિકલ્‍પ નથી.  મનની કામના કલ્‍પના વિચારો, ભાવના અસ્‍થા ઇચ્‍છા વગેરે પણ હોઇ શકે.

જાગૃત સંકલ્‍પ એ છે કે, જે પોતાના લક્ષ્ય પ્રત્‍યે સજાગ છે, અટલ છે, અડગ છે, અને કોઇપણ કિંમતે એ લક્ષ્યને પ્રાપ્ત કરવાની તેનામાં દ્રઢતા છે.

વ્‍યકિતની પ્રાથમિકતા સ્‍પષ્‍ટ હોય છે,તે પોતાના મનોયોગ, તથા પુરૂષાર્થને નિયોજિત કરે છે, સફળતા માટે અનુકુળ પરિસ્‍થિતિઓ બનવા લાગે છે. સાધનો મળતા રહે છે. અને તેને ‘જયાં ચાહ ત્‍યાં રાહ' વાળી કહેવત સાચી પડતી લાગે છે. તેના કાર્યમાં અડચણો આવે   છે. પરંતુ દરેક અડચણ અગિ્ન પરીક્ષામાંથી પસાર થઇ જાય  છે અને  પણ સંકલ્‍પ વધારે મજબુત અને સશકત બને છે અવરોધો પર વિજય મળવાની સાથે સંકલ્‍પ વધારે મજબુત થાય છે.

જાગૃત સંકલ્‍પ વાળી વ્‍યકિત સાગરને મળવા દોડી રહેલી સરિતા જેટલી છે. તેને માર્ગમાં કોઇ અવરોધ અટકાવી શકતો નથી. પથ્‍થરો, પર્વતો કે પછી ખીણો વચ્‍ચેથી પણ તે પોતાનો માર્ગ બનાવી જાણે છે. પહાડી પ્રદેશમાં તે તીવ્ર વેગથી વહે તો મેદાનોમાં ધીમી પરંતુ મક્કમતા સાથે આગળ વધે છે.

જે લોકોએ જીવનમાં આગળ વધવું છે સફળતા પ્રાપ્ત કરવી છે. તેમણે પોતાની સંકલ્‍પ શકિતને મજબૂત બનાવવી જોઇએ.

 

દીપક એન. ભટ્ટ

મો. ૯૮રપ૧ પપ૩પ૪

 

(10:11 am IST)