Gujarati News

Gujarati News

News of Saturday, 29th September 2018

એશિયાના 100 પ્રભાવશાળી લોકોની યાદી શાહરુખ, એશ્વર્યા, મુકેશ અંબાણી અને સચિન સહીત સાત ભારતીયોને સ્થાન

શાહરૂખ અને એશ્વર્યા રાયને પુરસ્કારથી સન્માનિત કરાયા : બંને ઍક્ટર્સને મેગેઝિનના કવર પેજ પર સ્થાન અપાયું

 

નવી દિલ્હી :શાહરૂખ ખાન અને અભિનેત્રી એશ્વર્યા રાયનો એશિયાના 100 પ્રભાવશાળી લોકોની યાદીમાં સમાવેશ થયો છે. ઍક્ટર્સને જાણીતી મેગેઝિનએશીયન જિયોગ્રાફિકતરફથી એશિયાના 100 સૌથી પ્રભાવશાળી લોકોની યાદીમાં એન્ટ્રી મળી છે.

  મેગેઝિનમાંએસ્ટોલિશિંગ એશિઅન્સકેટેગરીમાં શાહરૂખ અને એશ્વર્યા રાયને પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. સાથે બંને ઍક્ટર્સને મેગેઝિનના કવર પેજ પર પણ સ્થાન આપવામાં આવ્યું છે.

પ્રભાવશાળી લોકોની યાદીમાં બોલીવુડ સેલેબ્સ, એક્ટિવિસ્ટ્સ, ક્રિકેટર્સ અને બિઝનેસમેનના નામ સામેલ છે. શાહરુખ અને એશ્વર્યા રાય બચ્ચન સિવાયએશિયન જિયોગ્રાફિકસૂચિમાં માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર, વ્યવસાયી મુકેશ અંબાણી, અર્થશાસ્ત્રી અમર્ત્ય સેન, મહિલા વ્યવસાયી કિરણ મજુમદાર અને રાઇટર અરુંધતી રોયના નામ પણ સામેલ છે

(11:44 pm IST)