Gujarati News

Gujarati News

News of Saturday, 29th September 2018

યુપીમાં આંતરિક સ્વાર્થના ટક્કરને કારણે ગઠબંધનની શકયતા નહિવત :સ્વામી પ્રસાદ મોર્યનું મોટું નિવેદન

આગામી ચૂંટણીમાં કોંગ્રેસનો બચેલો જનાધાર પણ ખતમ થઇ જશે.

 

લખનઉ : ઉત્તરપ્રદેશા કેબિનેટ મંત્રી સ્વામી પ્રસાદ મોર્યએ ગઠબંધનના મદ્દે મોટુ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, આંતરિક સ્વાર્થના ટક્કરને કારણે ગઠબંધન થાય તેવી શક્યતા નથી.જો ગઠબંધન થાય પણ છે તો બેમેલ ગઠબંધન થશે. શું ગઠબંધનમ કોંગ્રેસમાં સમાવેશ થશે ? તેના જવાબમાં તેમણે કહ્યું કે, કોંગ્રેસનો જનાધાર રદ્દ થઇ ચુક્યો છે. આગામી ચૂંટણીમાં કોંગ્રેસનો બચેલો જનાધાર પણ ખતમ થઇ જશે

  મોર્યએ કહ્યું કે, કોંગ્રેસ ઉપરાંત સપા અને બસપા પણ પોતાનો જનાધાર ગુમાવી રહી છે. એવામાં જનાધારને બચાવવા અને પોતાના નેતાઓની દળ બદલવાનાં ડરથી સપા અને બસપા ગઠબંધનની વાત કરી રહ્યા છે.

 અત્રે ઉલ્લેખનીય છે કે, ગઠબંધનની સ્થિતી હજી સુધી સ્પષ્ટ નથી થઇ શકી. બસપા પ્રમુખનું કહેવું છે કે જો ગઠબંધનમાં સન્માનજનક સીટો નહી મળે તો તઓ એકલા ચૂંટણી લડશે જો કે અખિલેશે કહ્યું હતું કે, જો તેમને બે પગલા પાછુ પણ હટવું પડશે તો તેઓ ગઠબંધન માટે તૈયાર છે. સપા અને બસપા ઉપરાંત કોંગ્રેસ અને રાષ્ટ્રીય લોકદળ ગઠબંધનનો હિસ્સો હશે કે નહી તેના મુદ્દે કંઇ પણ કહેવું મુશ્કેલ છે

 

(10:46 pm IST)