Gujarati News

Gujarati News

News of Saturday, 29th September 2018

ગ્વાલિયરમાં બનેલા બનાવમાં બે ઘાયલ થયા કમ્પ્રેસરમાં બ્લાસ્ટ થતા મકાનની દિવાળ ધરાશાયી થઇ શોર્ટસર્કિટના કારણે બ્લાસ્ટ થયો હોવાના પ્રાથમિક તારણો

ગ્વાલિયર,તા. ૨૯  મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં  રેફ્રિજરેટરમાં બ્લાસ્ટ થતા ઓછામાં ઓછા ચાર લોકોના મોત થયા છે અને અન્ય બે લોકો ઘાયલ થયા છે. ઘાયલ થયેલા બંને લોકોની હાલત ગંભીર બનેલી છે. ફ્રીજમાં કમ્પ્રેસરમાં બ્લાસ્ટ થયો હતો. ઘટના ગ્વાલિયરના દર્પણ કોલોનીની છે. પ્રાપ્ત અહેવાલ મુજબ અહીં સ્થિત એક મકાનમાં ફ્રીજમાં કમ્પ્રેસર ફાટી જતી દિવાળ પડી ગઇ હતી. તમામ લોકો ઉંઘી રહ્યા હતા ત્યારે બ્લાસ્ટ થયો હતો. સુત્રોએ કહ્યુ છે કે બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે આસપાસના મકાનો પણ હચમચી ઉઠ્યા હતા. બનાવના સમય લોકો ઘરમાં ઉંઘી રહ્યા હતા. જેથી કોઇને નાસવાની તક મળી ન હતી. બે માળના મકાનના પહેલા માળ પર ફ્રિજમાં બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટના કારણમાં તપાસ હાથ ધરવામાં આવી છે. એમ માનવામાં આવે છે કે શોર્ટ સક્રિટના કારણે બ્લાસ્ટ થયો હતો. ઘાયલ થયેલા લોકોને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમની હાલત કફોડી બનેલી છે. ગ્વાલિયરમાં બનેલી આ ઘટનાને લઈને આસપાસના વિસ્તારોમાં રહેતા લોકોમાં વ્યાપક દહેશત ફેલાઈ ગઈ હતી. શરૃઆતમાં કોઈ બોમ્બ બ્લાસ્ટની દહેશત ફેલાઈ હતી. જોકે મોડેથી ફ્રિઝમાં બ્લાસ્ટના અહેવાલને સમર્થન મળ્યું હતું. વ્યાપક બેદરકારી હોવાની વિગત પણ સપાટી પર આવી છે. જોકે આ બનાવ બન્યો ત્યારે પરિવારના સભ્યો અને આસપાસના લોકો પણ ઉંઘમાં હતા. જેના લીધે ચાર લોકોના મોત થઈ ગયા હતા. તપાસ બાદ જ વાસ્તવિક કારણ જાણી શકાશે પરંતુ વાસ્તવિક રીતે શોર્ટસર્કિટને આના માટે જવાબદાર ગણવામાં આવે છે. બ્લાસ્ટની આ ઘટનાથી તમામ ચોંક્યા હતા.

(7:34 pm IST)