Gujarati News

Gujarati News

News of Saturday, 29th September 2018

સર્જિકલ સ્ટ્રાઈક અંગે પરાક્રમ પર્વની ઉજવણીનો દોર યથાવત

મોદીનો સર્જિકલ સ્ટ્રાઈકનો નિર્ણય સાહસી દલબીર : મોદી સમક્ષ કાર્યવાહીની કેટલીક યોજનાઓ રજુ કરવામાં આવ્યા બાદ આખરે સર્જિકલ સ્ટ્રાઈકને મંજુરી મળી હતી

નવી દિલ્હી,તા. ૨૯  સર્જિકલ સ્ટ્રાઈકના બે વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે આની ઉજવણી કરવામાં આવી રહી છે. પરાક્રમ પર્વની ઉજવણી દેશભરમાં હાલમાં કરવામાં આવી રહી છે. આ સંદર્ભમાં મોદી પણ કહી ચુક્યા છે કે દેશના જવાનોના સન્માનમાં પરાક્રમ પર્વની ઉજવણી થવી જોઈએ. આના ભાગરૃપે જ આ ઉજવણી આવતીકાલે પણ જારી રહેશે. ભાજપે ટવીટ કરીને વધુ એક વીડિયો જારી કર્યો હતો. દેશના જુદા જુદા રાજ્યોમાં ઉજવણીનો દોર ચાલી રહ્યો છે. સર્જિકલ સ્ટ્રાઈકના બે વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે સેનાના પૂર્વ પ્રમુખ જનરલ દલબીરસિંહ સુહાગે કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કાર્યવાહી કરવાનો નિર્ણય ખૂબ જ સાહસીક હતો. દલબીરસિંહે કહ્યું હતું કે તેઓ ૨૩મી સપ્ટેમ્બર ૨૦૧૬ના દિવસે મોદીને મળ્યા હતા. આ દરમ્યાન તેમણે કાર્યવાહીના સંદર્ભમાં કેટલીક યોજનાઓ મોદીની સમક્ષ રજુ કરી હતી. થોડાક સમય વિચારણા કર્યા પછી મોદીએ સર્જિકલ સ્ટ્રાઈકને મંજુરી આપી હતી. જનરલ સુહાગે કહ્યું હતું કે અમે અમારા ઓપરેશનને સફળતા પૂર્વક પાર પાડ્યું હતું. તેના ઉપર દેશને ગર્વ છે. અમે એલઓસી પાર કરીને પાકિસ્તાનને બોધપાઠ ભણાવવા માંગતા હતા કે જો જરૃર પડે તો અમે કાર્યવાહી કરવાની સ્થિતિમાં છીએ. આ ઓપરેશન ખૂબ જ પડકાર ભરેલું હતું પરંતુ કાર્યવાહીને સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી. નિર્માલા સીતારામન પણ કહી ચુક્યા છે કે અમે એવી કાર્યવાહીમાં વિશ્વાસ રાખી રહ્યા છીએ જેમાં સેના આતંકવાદી કેમ્પોનો સફાયો કરી શકે છે. પાકિસ્તાન બોધપાઠ લે કે ન લે પરંતુ કાર્યક્રમો જારી રહેશે. સંરક્ષણ મંત્રી સીતારામને ગઈકાલે ઈન્ડિયા ગેટ પર પરાક્રમ પર્વનું ઉદ્ઘાટન કર્યું હતું. દેશના જુદા જુદા રાજ્યોમાં આ ઉજવણી ચાલી રહી છે. જે આવતીકાલે પણ જારી રહેશે.

 

(7:28 pm IST)