Gujarati News

Gujarati News

News of Saturday, 29th September 2018

તારિક અનવર બાદ મહારાષ્ટ્ર્ના નેતા મુનાફ હકીમે એનસીપીમાંથી રાજીનામુ ફગાવ્યું

એનસીપીના વલણથી પક્ષમાં જ ઉઠયા સવાલો :રાફેલ ડીલ મામલે શરદ પવારના નિવેદનથી પાર્ટીના નેતાઓમાં નારાજગી બહાર આવી

મુંબઈ ;એનસીપીમાંથી તારિક અનવરે પાર્ટીમાંથી રાજીનામું આપતા એનસીપી અધ્યક્ષ શરદ પવારની વિશ્વસનિયતા પર અનેક સવાલ  ઉઠ્યાં છે તારિક અનવરના રાજીનામાં બાદ મહારાષ્ટ્રમાં એનસીપીના નેતા અને અલ્પસંખ્યક આયોગના પૂર્વ અધ્યક્ષ મુનાફ હકીમે પણ એનસીપીમાંથી રાજીનામું આપ્યુ છે.

   સૂત્રોના જણાવ્યા પ્રમાણે જે નેતાઓને સાઈડલાઈન કરવામાં આવતા નેતાઓ એનસીપી છોડી રહ્યા છે. મુનાફ હકીમ તારિક અનવરની જેમ રફાલ ડીલ મામલે  શરદ પવનારના નિવેદનથી નારાજ થયા છે. શરદ પવાર કોઈપણ મુલ્યોનો અભ્યાસ કર્યા વગર મહારાષ્ટ્રમાં ભાજપને સમર્થન આપી રહ્યા છે.

  એનસીપીના કેટલાક નેતાઓનો આરોપ છે કે, એનસીપી ભાજપની એજન્ટ બનીને  કામ કરી રહી છે. શરદ પવારની બેવડી નીતિના કારણે કોંગ્રેસને નુકસાન થઈ રહ્યુ છે. ગુજરાતમાં એનસીપી એકલા હાથે ચૂંટણી લડી હતી. જેના કારણે કોંગ્રેસને ગુજરાતમાં નુકસાન થયું હતું.

(7:03 pm IST)