Gujarati News

Gujarati News

News of Saturday, 29th September 2018

લખનૌમાં કારને રોકતા થયેલી બોલાચાલીમાં કોન્સ્ટેબલે ગોળી ચલાવી:એરિયા મેનેજરનું મોત

એરિયા મેનેજર વિવેકનું હોસ્પ્ટિલમાં સારવાર દરમિયાન મોત ;કોન્સ્ટેબલે વિરુદ્ધ ગુન્હો :ધરપકડ

ઉત્તર પ્રદેશના લખનઉમાં કોન્સ્ટેબલે એક કંપનીના એરિયા મેનેજર પર ગોળી ચલાવતા તેનું મોત થયુ છે. વિવેક તિવારી નામના શખ્સ પર કોન્સ્ટેબલે ગોળી ચલાવી હતી. રાત્રીના સમયે પરત ફરી રહેલા વિવેકની કારને કોનસ્ટેબલે રોકી હતી.

 કાર રોકતા વિવેક અને કોન્સ્ટેબલ વચ્ચે સામાન્ય બોલાચાલી થઈ હતી. બન્ને વચ્ચે તકરાક વધતા કોન્સ્ટેબલે વિવેક પર ગોળી ચલાવી હતી. ઈજાગ્રસ્ત વિવેકને હોસ્પિટલ ખસેડવામાં આવતા તેનું સારવાર દરમ્યાન હોસ્પિટલમાં મોત થયું હતું.

 સમગ્ર ઘટના બાદ પોલીસનો વધુ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. હત્યાની ઘટના બાદ લખનઉના એસપીએ કોન્સ્ટેબલ વિરૂદ્ધ ગુનો નોંધી તેની  ધરપકડ કરી છે.

 
(7:01 pm IST)