Gujarati News

Gujarati News

News of Saturday, 29th September 2018

રાજસ્‍થાનના બિકાનેરમાં ગિરધર વ્‍યાસની ૧૮.પ ફૂટ લાંબી મુછો આકર્ષણનું કેન્‍દ્રઃ લોકો ડબલ મુછાળા તરીકે ઓળખે છેઃ પ્રવાસીઓ તેની સાથે ફોટા પડાવે છે

બિકાનેરઃ રજવાડું રાજ્ય આમ તો પોતાના રાજવી ઠાઠ-માઠ ધરાવતા મહેલને કારણે દુનિયાભરના ડંકો વગાડે છે. પરંતુ, રાજસ્થાન રાજ્યના બિકાનેર શહેરના 58 વર્ષીય ગિરધર વ્યાસ થોડા હટકે છે. તેઓ પણ દુનિયાના અનોખા રેકોર્ડમાં નામ ધરાવે છે. ભારતીયએ દાવો કર્યો છે કે તે દુનિયાની સૌથી લાંબી મુંછ ધરાવે છે. તેની મુંછને કારણે તે બિકાનેરમાં સેલિબ્રિટી સમાન બન્યા છે. બિકાનેરના પ્રવાસે આવતા લોકો તેની મુંછ સાથે ફોટો પડાવે છે.

વર્ષ 1985થી ગિરધર વ્યાસ મુંછ વધારી રહ્યા છે. પહેલા સૌથી લાંબી મુંછનો રેકોર્ડ રામસિંહના નામે હતો. જેની મુંછની લંબાઇ 18.5 ફીટ છે. જોકે, ગિરધર પોતાની મુંછની જાળવણી માટે અલગ સમય ફાળવે છે. મુંછનું જતન કરવું થોડું કઠિન છે. દરરોજની ત્રણ કલાક તેઓ મુંછ પાછળ ફાળવે છે. જેમાં તેઓ મુંછને ઓળે છે. તેલ નાંખે છે અને વ્યવસ્થિત બાંધે છે. હાલમાં તેની મુંછની લંબાઇ 22 ફીટ છે.

તે કહે છે કે ભારે મહેનતથી તેણે મુંછ ઉગાડી છે. આવું દરેક લોકો માટે શક્ય નથી હોતું. માટે દરરોજ બેથી ત્રણ કલાકનો સમય ફાળવવો પડે છે. વહેલી સવારે ઊઠીને સૌ પહેલા વીટાળેલી મુંછ ખોલી નાંખુ છું. ત્યાર બાદ એક કપ જેટલું તેલ લગાવીને મસાજ કરું છું. જે કરતા દરરોજ બે કલાકનો સમય જાય છે. ત્યાર બાદ દરરોજ સાંજે લીંબુ અને મરીનો પાઉડર નાંખીને મસાજ કરું છું, જે મુંછને નરમ રાખે છે, સ્મુથ રાખે છે.

આગામી સમયમાં પણ તેઓ મુંછને યથાવત રાખશે, કપાવશે નહીં. મેં છેલ્લા 33 વર્ષથી એક પણ વખત દાઢી કરી નથી. તેઓ વર્ષમાં એક વખત મુંછને ધોવે છે પણ કોઇ પણ પ્રકારનો શેમ્પુનો ઉપયોગ કરતા નથી. કારણ કે તેઓ કોઇ પ્રકારના કેમિકલનો ઉપયોગ કરવા માગતા નથી. દહીં અને લીંબું તેઓ પોતાના વાળ સાફ કરે છે અને દિવસભર સુકવવા માટે મૂકે છે. દરરોજ જ્યારે તેઓ સ્નાન કરવા જાય છે ત્યારે મુંછને એક બેગમાં બાંધીને જાય છે.

ખાસ વાત છે કે, તેઓ કોઇ પણ ભોજન ચમચી સિવાય ખાતા નથી. ઉપરાંત ગમે તે ખોરાક પણ લેતા નથી. લોકો તેને ડબલ મુંછાળા વ્યક્તિ તરીકે ઓળખે છે. ગિરધરના પુત્ર શિવ વ્યાસ કહે છે કે, તેને પોતાના પિતા પર ગર્વ છે. જ્યારે કોઇ પિતા સાથે ફોટો પડાવવા આવે છે ત્યારે તે ગર્વ અનુભવે છે. કારણ કે મુંછ રાજસ્થાનની સંસ્કૃતિ છે, મુંછ જોવા માટે લોકો અહીંયા લાઇન લગાવે છે. અઠવાડિયામાં એક વખત પોતાની મુંછને વ્યવસ્થિત કરાવવા માટે તે સલુનમાં જાય છે.

(5:13 pm IST)