Gujarati News

Gujarati News

News of Saturday, 29th September 2018

મુંબઇમાં હવે દર્દીઓ માટે નવી સુવિધા ઉપલબ્ધઃ તબીબોની ટીમ બાઇકમાં આવીને તાત્‍કાલીક સારવાર આપશે

મુંબઇઃ ફિલ્મ થ્રી ઇડિયટનો એક સિન જેમાં રેન્ચો રાજુના પિતાને સ્કૂટીમાં બેસાડીને હોસ્પિટલ પહોંચાડે છે. મુંબઇમાં શહેરમાં પણ પ્રકારના રેન્ચો સારવાર માટે આગળ આવ્યા છે. પેરામેડિકની તૈયાર થયેલી ટીમ તાત્કાલિક સારવાર માટે કામ કરશે. બાઇક પર આવીને જે ઘટના સ્થળેથી ઈલાજ શરૂ કરી દેશે. મુંબઇમાં એક નવા પ્રકારાન સારવારલક્ષી અભિગમની શરૂઆત થઇ ગઇ છે જેમાં લોકોને હવે તાત્કાલિક રાહત મળી રહેશે.

અંગે આયુર્વેદ ગ્રેજ્યુએટ મુંબઇના નોર્થ ઇસ્ટર્ન વિસ્તારમાં એક્ટિવ છે. જ્યારે તેઓ મેટરનીટી હોસ્પિટલના પરિસરમાં હતા ત્યારે તેને ફોન આવ્યો. જેમાં કોલ કરનારે કહ્યું કે, નજીકના મુખ્ય રોડ પર એક અકસ્માત થયો છે. તાત્કાલિક સારવારની જરૂર છે. મુંબઇનો એક સ્લમ વિસ્તાર હતો. અકસ્માતમાં 40 વર્ષના આધેડને ઈજા થઇ છે, એવું ફોન કરનારાએ કહ્યું. ડૉ. પાટિલે પોતાની બાઇક દોડાવી જે બાઇક સામાન્ય હતી. તેમાં એક ટ્રોમાકિટ, ઓક્સિજનનો બાટલો, નાનું વેન્ટિલેટર અને 30 પ્રકારની તાત્કાલિક સારવારની દવાઓ છે.

દસ મિનિટ કરતા પણ ઓછા સમયમાં પાટિલ ત્યાં પહોચી ગયા. ઇજાગ્રસ્ત વિદ્યાનંદ માથરેની સારવાર શરૂ કરી દીધી. જેના ડાબા પગમાંથી લોહી નીકળતું હતું. ટોળાને સાઇડમાં ખસેડતા પાટિલે ઘટના સ્થળ સુધી પહોંચી ગયા અને ઘટના સ્થળે ટ્રોમાકિટથી સારવાર શરૂ કરી દીધી. માથરેએ તબીબને જણાવ્યું કે, એક બાઇકચાલકે તેમને ઠોકર મારી છે. તેથી સમગ્ર શરીર ધ્રુજે છે અને પછડાટ પણ લાગી છે. પાટિલને નજીકની હોસ્પિટલ બાઇક પર મૂકી જવા માટે કહ્યું. ત્યારે પાટિલે કહ્યું કે મારી બાઇક એમ્બુલંન્સ સમાન છે સારવાર કરી દે પણ દર્દીઓને ખસેડવા માટે નથી. અન્ય એક કોલ પર તાત્કાલિક સારવાર માટે નીકળવાનું છે.

એક એવી ગ્રંથી હોય છે કે સારવાર એમબ્યુલંન્સ આવ્યા બાદ થઇ શકે. જે દર્દીને હોસ્પિટલ સારવાર માટે ખસેડીને કામ કરે. પરંતુ મુંબઇ જેવા મહાનગરમાં સ્થિતિ બદલી રહી છે. પાટિલ જેવા 18 તબીબો પ્રકારે મુંબઇનો કરોડિયાના ઝાડ જેવો ટ્રાફિક તોડીને નાની શેરીઓમાં કે મુખ્ય રસ્તાઓ પર દર્દીઓને તાત્કાલિક સારવાર પહોંચાડે છે.

છેલ્લા એક વર્ષમાં પ્રકારના 5700 કોલ મળ્યા છે. જેમાં ઘટના સ્થળે સારવાર આપવામાં આવી છે. મહારાષ્ટ્ર રાજ્યમાં એક એવી એમબ્યુલંસ બાઇક તૈયાર કરવામાં આવી છે જેમાં તાત્કાલિક સારવાર માટેની રાહત સામગ્ર હોય. બીવીજી દ્વારા તેનું સંચાલન કરવામાં આવે છે જેની વાર્ષિક કિંમત 245 કરોડ રૂપિયા છે. બાઇક એમબ્યુલંસને સૌથી વધારે કોલ હાર્ટ એટેકના મળે છે. જ્યારે 3000 કોલ તાવના, પેટના દુખાવાના, ઝાડા-ઊલ્ટીના અને 100થી ઓછા ફોન વાહન અકસ્માતના આવે છે. તમામને બચાવીને સારવાર આપવામાં આવી છે.

(5:12 pm IST)