Gujarati News

Gujarati News

News of Saturday, 29th September 2018

ભારતની મુલાકાતે આવશે અમેરિકા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ

અમેરિકી અધિકારીએ આપી જાણકારી

ન્યુયોર્ક, તા.૨૯: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપની નજર ભારતની મુલાકાત પર છે. આ મુલાકાત અંગે ખુબજ ઉત્સુક છે. ભારત અને અમેરિકાના યોગ્ય સંબંધને દર્શાવા માટે રાષ્ટ્રપતિ ટ્રંપ ભારતની મુલાકાત લેશે. અમેરિકાના એક ઉચ્ચ પ્રશાંસનિક અધિકારીએ આ જાણકારી આપી વડાપ્રધાન નરેન્દ્રમોદીએ રાષ્ટ્રપતિ ટ્રંપને પ્રજાસતાક દિવસમાં મુખ્ય અતિથિ તરીકે આમત્રણ આપ્યું છે.

પીટીઆઇએ જયારે બ્યુરો ઓફ એન્ડ સેન્ટ્રલ એશિયા એલાઇસ વેલ્સને રાષ્ટ્રપતિ ટ્રંપેનું ભારત આવવાની તારીખો વિશે પુછયું તો તેઓએ કહ્યું કે ટ્રંપ ભારતની મુલાકાતે કયારે આવશે. એ અંગે કોઇ જાણકારી નથી. વિદેશમંત્રી સુષ્મા સ્વરાજે પણ રાષ્ટ્રપતિ ટ્રંપ સાથે ન્યુયોર્કમાં સંયુકત રાષ્ટ્રની જનરલ અસેમ્બલીના કાર્યક્રમ દરમ્યાન મુલાકાત કરી હતી.

સુષ્માસ્વરાજની સાથેની મુલાકાતમાં ટ્રંપ કહ્યું, હું ભારતને પ્રેમ કરૃં છું મારા મિત્રી પી.એમ મોદીને મારૂ અભિવાદન આપે આ બેઠકમાં બંને દેશોના અનેક મોર્ચા પર એમ સાથે કામ કરવાની વાત કહી હતી. થોડા સમય પહેલા યુએનમાં તેના ભાષણ દરમ્યાન ભારતની પ્રશંસા કરી હતી. ટ્રંપે લાખો લોકોને ગરીબી રેખાની બહાર, કાઢવામાટે ભારતના પ્રયત્નોની પ્રશંસા કરી હતી.(૨૨.૧૨)

 

(3:23 pm IST)