Gujarati News

Gujarati News

News of Saturday, 29th September 2018

BSEમાં પહેલી ઓકટોબરથી શરૂ થશે કોમોડિટી ડેરિવેટિવ્ઝ ટ્રેડિંગ

એક વર્ષ માટે ટ્રાન્ઝેકશન ચાર્જિસ વિના સોદા કરી શકાશે

મુંબઇ, તા.૨૯: એશિયાના સૌથી જુનાBSEમાં પહેલી ઓકટોબરથી કોમોડિટી ડેરિવેટિવ્ઝમાં ટ્રેડિંગ શરૂ થશે. BSEના ઇન્ટરનેશનલ કન્વેન્શન હોલ ખાતે યોજાયેલા સમારંભમાં સવારે ૧૦ વાગ્યે બેલ-રિન્ગિંગની વિધિ સાથે સાથેBSEમાં કોમોડિટી ડેરિવેટિવ્ઝના ટ્રેડિંગનો પ્રારંભ થશે.

પ્રારંભમાં બિનકૃષિ ચીજો જેવી કે મેટલ્સનું અનેએ પછીના તબકકામાં કૃષિપેદાશોનું ટ્રેડિંગ શરૂ કરવામાં આવશે. BSEએ પહલી ઓકટોબરથી સેના(એક કિલો)અને ચાંદી(૩૦ કિલો)ના ડિલિવરી આધારિત ફયુચર્સ કોન્ટ્રેકટ્સ લોન્ચ કરવાની મંજૂરી સેબી પાસેથી પ્રાપ્ત કરી છે.

BSEર્દઢપણે માને છે કે કોમોડિટી ડેરિવેવ્ઝ પ્લેટફોર્મ અસરકાર પ્રાઇસ ડિસ્કવરીમાં સહાયક થશે. ટાઇમલાઇન્સમાં ઘટાડો કરશે, ખર્ચમાં બચત થશે. મજબૂત રિસ્ક મેનેજમેન્ટ સિસ્ટમનો લાભ મળશે અને બજારના વ્પાપને વિસ્તારવામાં સહાયક થશેફ કોમોડિટી માર્કેટ્સમાં જોડાવા વધુને વધુ સહભાગીઓને ઉતેજન મળેએ હેતુથીBSEએ કોમોડિટીઝ માર્કેટની કામગીરીના પ્રથમ વર્ષ માટે ટ્રાન્ઝેકશન ચાર્જિસ ન લેવાનો નિર્ણય કર્યા છે.

કોમોડિટ ડેરિવેટિવ્ઝ ટ્રેડિંગના લોન્ચિંગ વિશેBSEના મેનેજિગ ડિરેકટર અને ચીફ એકિઝકયુટિવ ઓફિસર આશિષકુમાર ચૌહાણે કહ્યું હતું કે 'અમે માનીએ છીએ કે પહેલી ઓકટોબરથીBSEકોમોડિટીઝ ડેરિવેટિવ્ઝ ટ્રેડિંગ લોન્ચ કરશે એથી વધુ ને વધુને વધુ સહભાગીઓ કોમોડિટીઝ માર્કેટ્સમાં જોડાઇ શકશે અને પ્રત્યેક કોમોડિટીની અન્ડરલાઇગ ર્સ્પાટ માર્કેટ્સ અને ડેરિવેટિવ્ઝ માર્કેટ્સની લિન્કેજિસને વધારી શકાશે. અમે આશા રાખીને છીએ કે અમારી સુપર ટેકનોલોજી અને દેશના ખૂણે અમારી પહોંચ દ્વારાBSEમારફત ભારતીય બજારો ભાવનિર્ધારક બની રહે.'

રોકાણકારોને એન્ડ ટુ એન્ડ સર્વિસિસ પૂરી પાડે છે. જેમાં ઇન્ટિગ્રેટેડ ટ્રાન્ઝેકશન પ્રોસેસિંગ પ્રી-ટ્રેડ ઓર્ડર મેનેજમેન્ટની ટ્રેડિંગ, રિયલ ટાઇમ રિસ્ફ મેનેજમેન્ટથી લઇને પોસ્ટ ટ્રેડિંગ કિલયરિંગ અને સેટલમેન્ટનો સમાવેશ થાય છે.(૨૨.૧૧)

(3:22 pm IST)