Gujarati News

Gujarati News

News of Saturday, 29th September 2018

કુદરતી આફતો આવી છે એવાં રાજયોને સહાય કરવા GST કાઉન્સિલ નાખશે કેલેમિટી ટેકસ?

નવી દિલ્હી તા.૨૯: ગુડ્સ એન્ડ સર્વિસ ટેકસ(GST) કાઉન્સિલે કેરળ જેવાં કુદરતી આફતથી પીડિત રાજયોને સહાય કરવા માટે નાણાકિય સાધનો ઊંભા કરવા કેલેમિટી ટેકસ નાખવાની વિચારણા શરૂ કરી છે. ગઇકાલે મહેસુલી આવકમાં ઘટાડા વિશેની ચર્ચા માટેની જીએસટી કાઉન્સિલની બેઠકમાં કુદરતી આફતથી ગ્રસ્ત રાજયોને સહાય માટે કેટલાક માલસામાન અને સર્વિસિસ પર કરવેરા નાખવાની શકયતા અને એ બાબતનાં કાનુની પાસાં તપાસવા બિહારના નાયમ મુખ્ય પ્રધાન સુશીલ મોદીની અધ્યક્ષતામાં ગ્રુપ ઓફ મિનિસ્ટર્સ (GOM)ની સ્થાપના કરી છે.

જીએસટી કાઉન્સિલની ૩૦મી બેઠક બાદ પત્રકારોને સંબોધતાં નાણાપ્રધાન અરૂણજેટલીએ જણાવ્યું હતું કે, 'કેરળ તરફથી તાજેતરના ભારે વરસાદ અને પૂરના રાજયમાં થયેલા નુકસાનને સરભર કરવા માટે રાજયમાં કેટલાક કરવેરા લાદવાની છુટ આપવાની માગણી કરવામાં આવી હતી. એ માગણી પર કાઉન્સિલે ચર્ચા-વિચારણા કરી હતી. એ ચર્ચા દરમ્યાન એ બાબતે સાત સભ્યોનું GOM સ્થાપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. એ GOM માં ઇશાન ભારતનાં તથા પહાડી રાજયો અને દરિયાકિનારાનાં રાજયોના પ્રતિનિધિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. GOM માં આસામના નાણાપ્રધાન હિમંતા બિસ્વા સર્મા અને કેરળના નાણાપ્રધાન થોમસ આઇસેકનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. તેઓ ૩૧ ઓકટોબર પહેલાં રિપોર્ટ આપશે.'(૧.૩)

(11:59 am IST)