Gujarati News

Gujarati News

News of Saturday, 29th September 2018

બેંકોમાં ૧૪ વર્ષ બાદ ફરી શરૂ થશે અનુકંપા નિમણુક

૨૦૦૪માં તત્કાલીન યુપીએ સરકાર દ્વારા લગાવેલી રોકને કેન્દ્ર સરકારે હટાવી

કાનપુર, તા.૨૯: બંેકોમાં ૧૪ વર્ષ બાદ ફરી ખનુકંપા નિમણુક શરૂ થવા જઇ રહી છે ૨૦૦૪માં તત્કાલીન યુપીએ સરકાર દ્વારા લગાવેલી રોક અને કડક શરતોને કેન્દ્ર સરકારે હટાવી દિધી છે. આ ઉપરાંત મૃતક આશ્રિતોને આપાતી અનુગ્રહ રકમની વ્યવસ્થા પણ ખત્મ કરી દેવામાં આવી છે. નાણામંત્રાલય દ્વારા બેંકોને સંબંધિત આદેશ ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં મોકલી દેવામાં આવ્યો હતો નવી વ્યવસ્થા ઓગસ્ટના બીજા સપ્તાહથી પ્રભાવી થઇ ગઇ છે.

સુત્રોના જણાવ્યામુજબ આદેશમાં કહેવામાં આવ્યું છે કે સંબંધિત બેંક આ નવી વ્યવસ્થાને તેના બોર્ડની મંજુરી બાદ લાગુ કરે નવી વ્યવસ્થાથી ઘણી રાહત મળશે. અગાઉ અપાતી અનુકંપા નિમણુકમાં જે સખત નિયમ હતા. તેને પણ ખત્મ કરી દેવામાં આવી છે. જેમ કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં પહેલા નિયમ હતો કે મૃતકના ઓછામાં ઓછા પાંચ વર્ષની નોકરી પૂરી કરી હોય, તેની ઉંમર ૩૦ વર્ષથી વધુ નહી હોય. આ શરતોના લીધે કેટલાક આશ્રિતો નોકરી મેળવવાથી વંચિત રહી ગયા.(૨૨.૮)

(11:59 am IST)