Gujarati News

Gujarati News

News of Saturday, 29th September 2018

‘ચેમ્‍પિયન ઓફ ધ અર્થ'નો ખિતાબ મેળવી ભારતને ગોૈરવ અપાવતા નરેન્‍દ્રભાઇ મોદી

વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદીને ચેમ્‍પિયન ઓફ ધ અર્થનો ખિતાબ મળ્‍યો છે જે ખરેખર દેશ માટે ગોૈરવરૂપ ઘટના ગણાય.

સંયુકત રાષ્‍ટ્રએ ભારતના વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદી અને ફ્રાંસના રાષ્‍ટ્રપતિ ઇમેન્‍યુઅલ મેક્રોને સોૈથી મોટો પર્યાવરણ સન્‍માન ‘‘ચેમ્‍પિયન ઓફ ધ અર્થ'' આપવામાં આવ્‍યો છે.

વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદીને આ સન્‍માન પોલીસી લીડરશીપ કેટેગરીમાં આપવામાં આવ્‍યું છે. આ બંને દેશના નેતાઓ ને આ સન્‍માન આંતરરાષ્‍ટ્રીય સોલાર અલાયન્‍સ અને પર્યાવરણ અંગે મહત્‍વના અભિયાન ચલાવવા માટે આપવામાં આવ્‍યું છે. યુનાઇટેડ સ્‍ટેટે આ અંગે કહયું કે ફ્રાંસના રાષ્‍ટ્રપતિ મેક્રોને પર્યાવરણ માટે સમજુતિ કરવા અને વડાપ્રધાન શ્રી મોદીને ૨૦૨૨ સુધી પ્‍લાસ્‍ટીકનો ઉપયોગ સંપુર્ણપણે ખતમ કરવાના શપથ માટે સન્‍માન આપવામાં આવ્‍યું છે.

આજે વિશ્વના અનેક દેશોની વચ્‍ચે ભારત દેશના પ્રતિનિધિ તરીકે આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇને આ સન્‍માન મળે એ પ્રત્‍યેક ભારતીય માટે ગોૈરવસમાન છે. વડાપ્રધાન તરીકે નરેન્‍દ્રભાઇએ પોતાના શાસનકાળ દરમ્‍યાન આંતરરાષ્‍ટ્રીય ક્ષેત્રે ભારતને એક અદકેરૂ સ્‍થાન અપાવ્‍યું છે તેમાં કોઇ બે મત નથી. આજની સ્‍થિતિમાં વિશ્વનો કોઇપણ શકિતશાળી દેશ હોય તેમણે ભારત સામે આંખ ઉંચી કરીને જોવા બે વાર વિચાર કરવો પડે તેવી સ્‍થિતિ છે આજે ભારતની.

(11:37 am IST)